સ્વચ્છ ભારતઃ-ગ્રેટર નોઈડામાં એક કંપનીએ સફાઈ કરવામાં દાખવી બેદરકારી તો ઓથોરિટીએ ફટકાર્યો 12 લાખથી પણ વધુનો દંડ
- ગ્રેટર નાઈડામાં કંપની પર મોટી કાર્યવાહી
- કચરો ભેગો કરી ફએંકવામાં ન આવતા અંદાજે 12 લાખથી વધુનો દંડ
દિલ્હીઃ-દેશભરમાં સફાઈ અભિયાનને લઈને ઘણી સતર્કતા દાખવવામાં આવતી હોય છે જો કે મોટી મોટી કંપનીઓ સફાઈ કરવાની બાબતમાં બેજરકારી પણ દાખવતી હોય તેવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે હવે ગ્રેટર નોઈડા ઓથોરિટીના જાહેર આરોગ્ય વિભાગે અધિકૃત કંપની મેસર્સ સાઈનાથને સમયસર કચરો ન ઉપાડવા બદલ 12.47 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે.
ઓથોરિટીના પ્રવક્તા નીરજ જોહરે આ મામલે કહ્યું કે ઓથોરિટીએ કોન્ટ્રાક્ટરને માસિક પેમેન્ટમાંથી દંડની રકમ કાપી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે કચરો એકત્ર ન કરવાના મામલામાં અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી છે.
તેમણે કહ્યું કે ગ્રેટર નોઈડા ઓથોરિટીના સીઈઓએ શહેરને સ્વચ્છ બનાવવા માટે જાગૃતિ અભિયાનની સાથે ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અંતર્ગત જાહેર આરોગ્ય વિભાગની ટીમ સેક્ટરો અને ગામડાઓમાં તપાસ કરી રહી છે.
પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના સિનિયર મેનેજરની આગેવાની હેઠળ ટીમ સેક્ટરો અને ગામડાઓનું નિરીક્ષણ કરી રહી હતી ત્યારે સમયસર કચરો ઉપાડવામાં આવતો ન હોવાની ફરિયાદો મળી હતી. તેના પર જાહેર આરોગ્ય વિભાગે મેસર્સ સાઈનાથ કોન્ટ્રાક્ટરને રૂ. 12.47 લાખનો દંડ ફટકાર્યો હતો અને દંડની રકમ કાપવામાં આવી હતી.