Site icon Revoi.in

કોરોનાની કથળતી સ્થિતિને લઈને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુખ્યપ્રધાનને રજુઆત કરી

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. હોસ્પિટલોમાં બેડ મળતી નથી, ઓક્સિજનનો અભાવ છે. દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસે સર્વપક્ષિય બેઠક બોલાવવાની માગણી કરી હતી. પણ સરકારે બેઠક ન બોલાવતા આખરે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના આગેવાનો મુખ્યપ્રધાન  વિજય રૂપાણી ને મળ્યા હતા જેમાં તમને કોરોનાની પરિસ્થિતિ ને લઈને એક કલાક પરામર્શ કર્યો હતો અને 33 જેટલા મુદ્દાઓ ઉપર સરકાર સાથે  ચર્ચા વિચારણા કરી હતી.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ  જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષ દરમિયાન તેમણે સરકારને 387 જેટલા પત્રો લખીને રજૂઆત કરી હતી. અને મારામારીના હાહાકાર ને લઈને સરકારના વારંવાર કાના આમળ્યા છે આમ છતાં સરકારી સ્થિતિ સુધરવાને બદલે કામગીરી દિન-પ્રતિદીન કથળી રહી છે. કોરોનાના કેસો શહેરોની સાથોસાથ હાલમાં ગ્રામ્યકક્ષાએ ખૂબ વધેલ છે, હાલની પરિસ્થિતિમાં દરેક ગામોમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ કોરોના ટેસ્ટની પુરતી કીટ અને સુવિધા ઉપલબ્ધ ન હોવાથી કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ કે પ્રાથમિક લક્ષણો હોઈ તેવા દર્દીઓને સમયસર અને સહેલાઈથી ટેસ્ટ ન થઈ શકવાના કારણે નિદાન થવામાં વિલંબ થઈ જાય છે અને કોરોના પોઝિટિવ છે તેની ખબર પડે ત્યાં સુધીમાં અનેક નાગરિકોના સંપર્કમાં આવી ચુકયા હોય છે. આવા દર્દીઓની પરિસ્થિતિ ગંભીર બને ત્યારે તેઓને દાખલ થવા સહિત ઓકસિજનની જરૂરીયાત ઊભી થાય છે. સ્થાનિક કક્ષાએ પુરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાના લીધે દર્દીની સ્થિતિ ગંભીર બને છે. રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત મુખ્ય શહેરી વિસ્તારોમાં કોરોના સક્રમણ બેકાબૂ છે. આવા મહાનગરોમાં આરોગ્યની સરકારી અને ખાનગી સુવિધાઓ/હોસ્પિટલો મોટી સંખ્યામાં ઉપલબ્ધ હોવા છતાં જરૂર પડયે તુરંત સારવાર કે પથારી કોરોના દર્દીઓને મળી શકતી નથી. મોટા શહેરોમાં જયાં ખાનગી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં તજજ્ઞ ડોકટરો હોય છે અને અનેક એમડી કક્ષાના ખાનગી ડોકટરો હોય છે, તેવા શહેરોમાં પણ હોસ્પિટલોમાં જગ્યાઓ/પથારીઓ ઉપલબ્ધ ન હોવાથી 108 એમ્બ્યુલન્સ 24 થી 48 કલાક સુધી દર્દીને લેવા માટે આવતી નથી ત્યારે એ કલ્પના કરવી જ રહી કે 8-10 ગામો વચ્ચે એક માત્ર એમબીબીએસ ડોકટર હોય છે. એમબીબીએસ ડોકટરને કોવિડ-19 કે શ્વાસ, ફેફસા કે તેને લગતી અતિ ગંભીર બિમારીની સારવારનો અનુભવ નથી તેવા ગામોમાં અનેક કેસો નોંધાયા છે .