Site icon Revoi.in

જેલમાં અરવિંદ કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છેઃ આતિશી

Social Share

ઇડી દ્વારા જામીન મળવા છતા સીબીઆઇ દ્વારા પણ તેમના પર કેસ દાખલ કરાયો હોવાથી એ કેસમાં જામીન ન મળે ત્યાં સુધી અરવિંદ કેજરીવાલનો જેલવાસ યથાવત છે ત્યારે, તેમના સ્વાસ્થ્યને લઇને અનેક બાબતો સામે આવી રહી છે.

દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા આતિશીએ કહ્યું છે કે બીજેપી સીએમ અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહી છે.

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે સીએમ કેજરીવાલનું શુગર લેવલ આઠથી વધુ વખત 50થી નીચે આવી ગયું છે. મુખ્યમંત્રી કોમામાં જઈ શકે છે. આવી સ્થિતિમાં તેમને બ્રેઈન સ્ટ્રોકનો ખતરો પણ છે.

LGના પ્રિન્સિપલ સેક્રેટરીએ શું કહ્યું?

આતિશીનું આ નિવેદન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના પ્રિન્સિપલ સેક્રેટરી વિનય સક્સેનાએ દિલ્હીના સીએમ પર આરોપ લગાવ્યા બાદ આવ્યું છે. એલજીના પ્રિન્સિપલ સેક્રેટરીએ આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ જેલમાં ઓછી કેલરી લે છે, જેના કારણે તેમનું વજન ઘટી રહ્યું છે. એલજીના પ્રિન્સિપલ સેક્રેટરીએ દિલ્હીના મુખ્ય સચિવને લખેલા પત્રમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

એલજીના પ્રિન્સિપલ સેક્રેટરીએ દિલ્હીના મુખ્ય સચિવને એક પત્ર લખ્યો છે, જેમાં 6 જૂનથી 13 જુલાઈ વચ્ચે અરવિંદ કેજરીવાલના આહાર અને ઇન્સ્યુલિનને લગતી માહિતી લખવામાં આવી છે.

વાસ્તવમાં, સીએમ અરવિંદ ઇડી કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આગોતરા જામીન મળ્યા બાદ પણ તિહાર જેલમાં છે, તેનું કારણ એ છે કે તેઓ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સીબીઆઈના અન્ય કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. CBI કેસમાં આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દે હાઈકોર્ટનો નિર્ણય હજુ આવ્યો નથી.