ચૂંટણી પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં નમાજથી ઘર્ષણ એક ષડયંત્ર? વિવાદમાં પેદા થયેલા સવાલોના જવાબ તાત્કાલિક શોધવાની જરૂર
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જાહેરમાં મંજૂરી વગર નમાજ પઢનારા વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ અને ઘર્ષણની ઘટના દુખદ છે. તેનાથી વધારે દુખદ બાબત એ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આવા પ્રકારની ઘટના અમદાવાદ યુનિવર્સિટીમાં થાય છે અને તેના આધારે દેશ-દુનિયામાં ફરી એકવાર ગુજરાતને બદનામ કરવાની કોશિશો કેટલાક ફેક્ટ ચેકરિયાઓ અને કથિત તટસ્થ મીડિયાના ચોક્કસ વર્ગો દ્વારા થઈ રહ્યા છે. પણ આવી કોશિશ કરીને સરસ્વતી ધામને કટ્ટરતાના કેન્દ્રમાં ફેરવવાની કોશિશો સામે આંખ આડા કાન કેમ કરવામાં આવે છે?
આ ઘટના પાછળ એક મૌલવીની ઉશ્કેરણી હોવાનો દાવો થઈ રહ્યો છે. હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે ગણેશોત્સવ યોજાય છે, તે સ્થાને નમાજ પઢવાનું શરૂ કરાયું હતું. છેલ્લા બે-ત્રણ દિવસથી સ્થાનિક વિદ્યાર્થીઓ સમજાવટ કરી રહ્યા હતા. પરંતુ તેમની વાત નહીં માનવામાં આવતા, વીએચપીના કાર્યકર્તા ત્યાં સમજાવવા માટે ગયા હતા. તેમના ઉપર મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરાયો હતો. તેના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓ પણ આક્રોશિત થયા હતા. આ ઘટના પાછળ બહારથી આવનારા મૌલવીનો હાથ હોવાનું ચર્ચાય રહ્યું છે. આ એક મુદ્દો બને અને વિવાદ સર્જાય તેવો પ્રયાસ બહારથી આવેલા મૌલવી અને મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા થઈ રહ્યાનો દાવો પણ થઈ રહ્યો છે.
(1) આ ઘટના કેટલાક સવાલો તો ઉભા કરે જ છે, આ સવાલો એવા છે કે એક દેશ, એક રાષ્ટ્ર, એક સમાજ તરીકે આના જવાબ તાત્કાલિક શોધવો જરૂરી છે..
(2) ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા નમાજ પઢવાનો કોઈ વિરોધ ન હતો. બસ યુનિવર્સિટી કેમ્પસમાં મંજૂરી વગર નમાજ પઢવાની સામે વિરોધ હતો. ગુજરાત યુનિવર્સિટી એક શૈક્ષણિક સંસ્થાન છે, ત્યાં આવી ધાર્મિક પ્રવૃત્તિઓ માટે લેખિત મંજૂરી લેવી જોઈએ નહીં?
(3) ગુજરાત યુનિવર્સિટીના એસી રૂમને છોડીને બહાર કેમ્પસમાં મંજૂરી વગર નમાજ પઢવાની પાછળનો આશય શું હતો?
(4) વિદેશી વિદ્યાર્થીઓને પણ ગમે ત્યાં નમાજથી ખલેલ પડે નહીં તેના માટે મસ્જિદમાં નમાજ પઢવા કહેવાયું હતું, પરંતુ આનું પાલન કેમ કરાયું નહીં?
(5) યુનિવર્સિટી કેમ્પસની જાહેર જગ્યાએ નમાજ પઢવાના સ્થાને મસ્જિદમાં જઈને નમાજ પઢવાની વિનંતી કરનારને લાફો મારવામાં આવ્યો. આ વાતની નોંધ કેટલાક મીડિયા જૂથોના અહેવાલમાં કેમ લેવાય નહીં અથવા તેને ડાઉનપ્લે કરવામાં આવી, કે જેનાથી વાત વણસી?
गुजरात यूनिवर्सिटी में जो घटना हुई इसका पहले सत्य देखना चाहिए,
विहिप के केंद्रीय धर्म प्रसार सह मंत्री धर्मेंद्र भवानी जी की इस पर स्पष्टता और सच्चाई आप सभी जरुर सुने। #GujaratUniversity pic.twitter.com/4wDMT5Es1b— Arun Yadav 🇮🇳 (मोदी का परिवार) (@beingarun28) March 17, 2024
(6) રમઝાનમાં તો મસ્જિદમાં જ નમાજ પઢવાનો આગ્રહ હોય છે, તો આનું પાલન કરવાના સ્થાને યુનિવર્સિટી કેમ્પસમાં નમાજ પઢીને વિવાદ ઉભો કરીને ગુજરાતને બદનામ કરવાનું આ કોઈ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઘડાયેલું ષડયંત્ર તો નથી ને?
(7) વિદેશી વિદ્યાર્થીઓની પાછળ આતંકી-કટ્ટરપંથી નેટવર્કનો હાથ તો નથી ને?, તપાસ થવી જોઈએ. શૈક્ષણિક સ્થાનોને કટ્ટરતાના કેન્દ્ર બનાવવાની કોઈ હરકત તો થઈ રહી નથી ને?… તેની તપાસ થવી જરૂરી છે
(8) વિંનંતી કરનારને લાફો મારનાર અફઘાની અને હિંદુના ડીએનએ એક સાબિત થાય તેવી આ કોઈ હરકત નથી. યુનિવર્સિટી પ્રશાસનની લેખિત મંજૂરી વગર નમાજ અદા કરાય, તો આવા વિદેશી વિદ્યાર્થીઓને તાત્કાલિક તડીપાર કેમ ન કરવા જોઈએ?
(9) દીવાલો પરના અરબી-ઉર્દૂ લખાણો કોની મંજૂરીથી લખાયા અને તેનો અર્થ જાણવા અને તારવવા જોઈએ. અફઘાની વિદ્યાર્થી પર એફઆઈઆર કરીને તેને જેલ ભેગો કરીને કઠોર સજા કેમ ન કરવી જોઈએ?
(10) શું અફઘાનિસ્તાનમાં કોઈ સ્થાનિક કે વિદેશી બિનમુસ્લિમ આવી કલપ્ના પણ કરી શકે તેમ છે?
(11) હિંદુ વિદ્યાર્થીઓ માત્ર એટલું જ કહે છે કે આ નમાજની જગ્યા નથી તમારા રૂમોમાં જાવ, અને નમાજ માટે રૂમની માગણી કરો. આમા ગુસ્સે થવા જેવી શું વાત હતી?
(12) હિંદુ વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસા અને ગીતા વાંચન માટે પણ રૂમની ફાળવણી પણ કરવી જોઈએ