Site icon Revoi.in

એક RPF કોન્સ્ટેબલે જયપુર- મુંબઈ ટ્રેનમાં હત્યાને આપ્યો અંજામ, ફાયરિંગ કરીને ASI અને ત્રણ યાત્રીઓને મોતને ઘાટ ઉતાર્યા

Social Share

મુંબઈઃ- દેશભરમાં ગોળીબારની ઘટનાઓ જાણે અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે વધુ એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક કોન્સ્ટેબલે પોતાના સિનિયરને ચાલુ ટ્રેનમાં ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો છએ એટલું જ નહી આ ઘટનામાં ત્રણ યાત્રીઓએ પમ પોતાના જીવ ગુમાવ્યા છે.

જો વિગતવાર માહિતી મેળવીએ તો મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં આજરોજ સોમવારની સવાર એક આરપીએફ કોન્સ્ટેબલે પોતાના સિનિયર ASI પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ ઘટનામાં ASI અને અન્ય 3 યાત્રીઓનું ગોળી વાગવાથી મોત થયું હતું.

આ ઘટના સોમવારે સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. આ ફાયરિંગ ટ્રેનના B 5 નંબરના કોચમાં થયું હતું. ગોળીબારમાં ગોળી વાગવાથી 4 લોકોના મોત થયા હતા. જો કે ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આરપીએફ કોન્સ્ટેબલ અને તેના વરિષ્ઠ ASI વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો અને દલીલ થઈ હતી. જે બાદ કોન્સ્ટેબલે ગુસ્સામાં ફાયરિંગ કર્યું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ કોન્સ્ટેબલનું નામ ચેતન છે જેણે આ ફાયરિંગ કર્યું હતું. જેની પોલીસે મીરા રોડ પરથી ધરપકડ કરી લીઘી છે. ચારેય મૃતદેહોને શતાબ્દી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ ઘરી રહી છે.દહિસર વિસ્તારમાં પાલઘર અને મુંબઈ વચ્ચેની ટ્રેનમાં ફાયરિંગ થયું હતું. આરપીએફ કોન્સ્ટેબલ ચેતન માનસિક તણાવમાં હોવાનું કહેવાય છે.