ઇન્સ્ટાગ્રામમાં આવ્યું એક શાનદાર ફીચર
- ઇન્સ્ટાગ્રામમાં આવ્યું એક શાનદાર ફીચર
- રિલ્સમાં કરવામાં આવશે ઉપયોગ
- ટેગિંગ ફીચર આવાનો ફાયદો યુઝર્સને થશે
સોશિયલ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં અંતે તે ફીચર આવી રહ્યું છે, જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. હવે તમે તમારા ફેવરેટ રીલ્સ વીડીયોમાં પણ પ્રોડકટ ટેગ કરી શકશો. ચાલો જણાવીએ કે શું ફાયદો થશે.
ક્રિએટર્સ અને બિઝનેસ ઇન્ફ્લ્યુએન્સર્સને થશે ફાયદો
એક રીપોર્ટ મુજબ,ઇન્સ્ટાગ્રામે તેના શોર્ટ વીડીયો સેક્શન રિલ્સમાં ટેગિંગની સુવિધા શરૂ કરી દીધી છે. શોર્ટ વીડીયો બનાવનારા ક્રિએટર્સ અને બિઝનેસ ઇન્ફ્લ્યુએન્સર્સ હવે પોતાના વીડીયો પ્રોડકટને પણ ટેગ કરવામાં સક્ષમ હશે.
યુઝર્સ ટેપ કરીને કરી શકશે ખરીદી
નિષ્ણાતોનું કહેવું છે કે, રિલ્સમાં આ ટેગિંગ ફીચર આવાનો ફાયદો યુઝર્સને થશે. હવે ઇન્સ્ટાગ્રામ યુઝર્સ રિલ્સમાં સીધા જ ટેપ કરીને ખરીદી કરી શકે છે.
ટિકટોક બેન થવાનો ફાયદો ઇન્સ્ટાગ્રામને
ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોક ભારતમાં બેન થઇ ચુકી છે,ત્યારબાદ ઇન્સ્ટાગ્રામને સીધો જ ફાયદો થયો છે. ટિકટોકના મોટાભાગના યુઝર્સ ઇન્સ્ટાગ્રામના નવા શોર્ટ વીડીયો ફીચર રિલ્સમાં એક્ટિવ થઈ ગયા છે. લોકડાઉન દરમિયાન ઇન્સ્ટાગ્રામનો યુઝર બેઝ વધ્યો છે. ફેસબુકના આ પ્રોડક્ટનું ટ્રેફિકમાં પણ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન સરહદ તણાવ બાદ કેન્દ્ર સરકારે 200 થી વધુ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો