1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જે દેશ પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે તે જલ્દી નાશ પામે છેઃ મોહન ભાગવતજી
જે દેશ પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે તે જલ્દી નાશ પામે છેઃ મોહન ભાગવતજી

જે દેશ પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે તે જલ્દી નાશ પામે છેઃ મોહન ભાગવતજી

0
Social Share

અમદાવાદ: ભારતીય વિચાર મંચ ગુજરાત દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં “સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઓર” વિષયે બહુઆયામી વિમર્શ યોજાયો હતો. જેના ઉદ્ઘાટનકર્તા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતે ભારતીય વિચાર મંચની એપ્લીકેશન અને પુસ્તકોનું પણ આ પ્રસંગે લોકાર્પણ કર્યુ હતુ.

આ પ્રસંગે બીજ વકતવ્ય આપતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતજીએ ‘સ્વાધીનતા’ અને ‘સ્વતંત્રતા’નું તાર્કિક  વિશ્લેષણ કરતા જણાવ્યુ હતુ કે એક પ્રાચીન બૌધ્ધિક પરંપરાનો આપણે સહુ હિસ્સો છીએ. દરેકનો વિકાસ તેની પ્રકૃતિ અને તેના ‘સ્વ’ ના વર્તુળમા થાય છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણને સ્વાધીનતા મળી પણ આપણે ‘સ્વ’ ને સમજવામા કદાચ મોડા પડ્યા. દેશના બે ભૂભાગ સ્વતંત્ર થયા પણ ધીરે ધીરે ‘સ્વ’ ને સમજવાની પ્રક્રિયા શરૂ થઈ. ડૉ. આંબેડકરજીએ પણ કહ્યુ હતુ કે સામાજિક, આર્થિક અને રાજનૈતિક સ્વાધીનતા અનિવાર્ય રહશે.

આપણે ભારતીય છીએ, આપણે ધ્યાનમા રાખવા જેવી ‘સ્વ’ ની વિશેષતાઓ શુ છે? સુખ બહારથી જ નથી મળતું. પશ્ચિમના દેશોએ ભૌતિક સુખની મર્યાદાને બહાર સુધી મર્યાદીત કરી દીધી. પરંતુ આપણા મનિષીઓએ તેને અંદર શોધી. બહારના સુખની મર્યાદા છે. આત્માના સુખની નહી. આદ્યાત્મ એ આપણા ‘સ્વ’ મૂળનો આધાર છે આપણે સર્વેત્ર સુખિનઃ ભવતુ, સર્વે સંતુ નિરામયામાં  માનનારી પ્રજા છીએ.

યુદ્ધો કયારેય ફળતા નથી કારણ કે તેના માઠા ફળ ભોગવવા જ પડે છે. મહાભારતના મહાપુરુષો તેના ઉદાહરણો છે. દેશકાળને ધ્યાનમાં રાખીને આપણી જાહેર વ્યવસ્થાઓ, વહીવટમા ભારતીય મૂલ્યો અને ચિંતનને અમલીકૃત કરીએ તો યુગાનુકુલ પરીવર્તન આવશે. ગાંધીજીએ પણ કહ્યું હતું કે વિશ્વમા બધાને જ મળી રહે એટલા પુરતા સંસાધનો છે પરંતુ માણસના લોભનો થોભ નથી અને તેના જ દુષ્પરિણામો આપણે ભોગવવા પડે છે તેમ ડૉ. ભાગવતે જણાવ્યું હતુ.

આજે આપણે ટેક્નોલોજીના સમયમા જીવી રહ્યા છીએ ત્યારે તન અને મનની નિર્મળતા જ અંતર્બાહ્ય સુખ આપી શકશે. ધર્મ આપણને પ્રેમ, કરુણા, સત્ય અને તપસ્યાના પાઠ શિખવે છે. કશુ પણ પ્રાપ્ત કરવા તપસ્યા કરવી પડે છે. આપણે ક્યારેય જ્ઞાનને દેશી કે વિદેશી એવુ કહ્યુ નથી. “આ નો ભદ્રા ક્રત્વો યન્‍તું વિશ્વત:” આપણો મંત્ર છે સર્વે દિશાઓમાથી આવતા સારા વિચારોને આપણે અપનાવીએ છીએ. જે દેશો પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે તે જલ્દી નાશ પામે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code