મોડાસાઃ ઉત્તર ગુજરાતમાં વાહનોની બેફામ ગતિને કારણે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં બાયડ પાસે ગાબટ રોડ પર પુરફાટ ઝડપે આવી રહેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા દંપત્તી અને બે બાળકોના મોત નિપજ્યા હતા. આ બનાવને પગલે વાહનચાલકો અને રાહદારી દોડી આવ્યા હતા, અને બનાવની પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી, પોલીસ કોફલો બનાવને સ્થળે દોડી આવ્યો હતો.
બાયડ નજીક ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતી અને બે બાળકોનાં કરૂણ મોત નીપજ્યા છે. બાયડ પાસેના ગાબટ રોડ પર અકસ્માતમાં એક પરિવારનો માળો વિખેરાયો છે. ગેસના સિલિન્ડર ભરેલા ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. આ અંગે બાયડ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુખદ અકસ્માત બાદ લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આજે રવિવારની વહેલી સવારે બાયડ શહેરના ગાબટ રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારનો માળો વિખરાયો છે. આજે વહેલી સવારે CNG સપ્લાય કરતી ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બાઈક સવાર દંપતી સહિત બે બાળકો એટલે કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે. આ અંગેની જાણ થતાં બાયડ પોલીસની ટીમ બનાવસ્થળે દોડી આવી હતી. આ ગોઝારા અકસ્માત બાદ રસ્તા વચ્ચે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. થોડા સમય પહેલા પણ મોડાસા હિંમતનગર હાઈવે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારનાં ત્રણ લોકોના મોત સર્જાતા ઘટનાસ્થળે રોકકળ મચી ગઇ હતી. આખું પરિવાર હિબકે ચઢ્યું હતુ. મોડાસાના રસુલપુર પાસે થયેલા અકસ્માતમાં મૃતકોમાં માસી અને ભાણિયા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા.