Site icon Revoi.in

ગાંધીનગરમાં 45 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે

Social Share

ગાંધીનગરઃ શહેરના સેકટર-21 જીમખાના મેદાનમાં તમામ સુવિધાઓ સાથેનું અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ રૂ. 45 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. ચાર હજાર પ્રેક્ષકો એકસાથે બેસીને ક્રિકેટનો આનંદ માણી શકે તેવા નવા બનનાર સ્ટેડિયમ માટે વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં અહીં સ્ટેડિયમ તૈયાર કરવાની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવશે.. આ સ્ટેડિયમમાં રણજી ટ્રોફી કક્ષાની મેચો રમી શકાય તે મુજબની પીચ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં રણજી ટ્રોફી કક્ષાની મેચો રમાડી શકાય તેવું ક્રિકેટ ગ્રાઉન્ડ ન હતું. ત્યારે આવનારા સમયમાં સેકટર 21 જીમખાના મેદાન અદ્યતન સુવિધાઓ સાથેનું ચાર હજાર પ્રેક્ષકો એકસાથે બેસીને ક્રિકેટનો આનંદ માણી શકે તેવી ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. ગાંધીનગરનાં હાર્દસમા સેકટર 21 ખાતે રૂ. 45 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં માટેની દિશામાં કવાયત હાથ ધરી દેવામાં આવી છે.

સેક્ટર 21 જીમખાના મેદાનમાં પ્રથમ તબક્કામાં રણજીત ટ્રોફી કક્ષાની મેચ રમી શકાય તેવી પીચ તૈયાર કરાઈ હતી. જેની આસપાસ નોર્થ અને સાઉથ બ્લોક તૈયાર કરવામાં આવશે. કોરોના ના કારણે ઘણા લાંબા સમયથી સ્ટેડિયમ ના બીજા તબક્કાની કામગીરી અટવાઈ પડી હતી. ત્યારે માર્ગ-મકાન વિભાગ દ્વારા બીજા તબક્કાની કામગીરી માટે વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે અહીં બનનારા ક્રિકેટ સ્ટેડિયમમાં ચાર હજાર પ્રેક્ષકો એકસાથે બેસીને ક્રિકેટનો આનંદ માણી શકે તેવી અલાયદી બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેમાં નોર્થ બ્લોકમાં જનરલ બેઠક તેમજ સાઉથ બ્લોકમાં વી.આઇ.પી.માટે બેઠક વ્યવસ્થા ઉભી કરાશે આ સિવાય અહીં બે અલગ અલગ પાર્કિંગ પણ તૈયાર કરવામાં આવનાર છે. આ ક્રિકેટ સ્ટેડિયમમાં ખેલાડીઓને બેસવા માટે ગ્રીન રૂમ તેમજ ડાઇનિંગ ની સુવિધા પણ ઉભી કરાશે.