1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સાયબર ક્રાઈમનો કોન્સ્ટેબલ ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયો
અમદાવાદમાં સાયબર ક્રાઈમનો કોન્સ્ટેબલ ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયો

અમદાવાદમાં સાયબર ક્રાઈમનો કોન્સ્ટેબલ ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયો

0
Social Share

અમદાવાદઃ રાજ્યના પોલીસ વિભાગમાં પણ લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયો છે. અમદાવાદમાં સાયબર ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમાર ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. કોન્સ્ટેબલે એક કેસમાં આરોપી સામે એફઆરઆઈ  નહીં કરવા અને ફેડરલ બેન્કનું ફ્રિજ કરેલું ખાતું  ખોલવા રૂપિયા 10 લાખની લાંચ માગી હતી. આરોપીએ ટુકડે ટુકડે રૂપિયા 7 લાખ આપી દીધા હતા. બાકીના ત્રણ લાખ લેતા કોન્સ્ટેબલ એસીબેના હાથે રંગેહાથ પકડાઈ ગયો હતો. એસીબીએ સાયબર ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમારને લાંચ લેતા પકડવા માટે શહેરના  કેમ્પ હનુમાન ટેલીફોન એક્ષચેંજ બસસ્ટેન્ડ પાછળ, શાહીબાગ ખાતે ટ્રેપ ગોઠવી હતી.

એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસની વિગતો એવી છે કે, આ કામના ફરિયાદી વિરુધ્ધ અમદાવાદ શઙેર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં અરજી થઈ હતી. જે કામે ફરિયાદી વિરુધ્ધ એફ.આઇ.આર. નહી કરવા અને ફરિયાદીનુ ફેડરલ બેંકનું ફ્રીજ કરાયેલું ખાતુ ખોલવા આ કામના આરોપી હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમારે ફરીયાદી પાસે રૂ.10,00,000/-(દસ લાખ)ની લાંચની માંગણી કરી ટુકડે-ટુક્ડે ફરિયાદી પાસેથી રૂ. 7,00,000/- લઇ લીધા હતા. બાકીના રૂ.3,00,000/-(ત્રણ લાખ)ની ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી  એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ગુરૂવારે લાંચનું છટકુ ગોઠવતા પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ પરમારે ફરિયાદી તથા સાહેદ સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ. 3,00,000/- લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ પકડાયો હતો.

એસીબીના સુપરવિઝન અધિકારી કે બી ચુડાસમાના માર્ગદર્શનમાં એસીબીના પીઆઈ આર આઈ પરમારે ટ્રેપ ગોઠવીને લાંચ લેતા સાયબર ક્રાઈમના કોન્સ્ટેબલને રંગેહાથ પકડી પાડ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code