Site icon Revoi.in

ઓડિશામાં ભયંકર ટ્રેન અકસ્માતને લઈને એક દિવસ રાજકિય શોકની જાહેરાત કરાઈ

Social Share

ઓડિશામાં શુક્રવારની સાંજ જાણે ટ્રેનમાં યાત્રા કરતા યાત્રીઓ માટે કાળનો કોળીઓ બનીને આવી હતી, અંદાજે 7 વાગ્યે આસપાસ અહી ત્રિપલ ટ્રેન એકસ્માત સર્જાયો હતો જેમાં 207 લોકોના અત્યાર સુધી મોત થયા હોવાનો એહવાલ છે તો 900થી વધુ લોકો ઘાયલ થયા છે.ઘટનાને લઈને પીએમ મોદી સહીતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

બીજી તરફ રાજ્યમાં આટલી મોટી ઘટના બનતા સમગ્ર રાજ્યમાં માતમ છવાયો છે,ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક શુક્રવારે સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના અનુસાર, આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો આ અકસ્માતમાં ઘાયલ થયા છે. આ સાથે અનેક મુસાફરો ટ્રેનમાં ફસાઈ જવાની આશંકા છે.

આ ઘટનાને લઈને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે માહિતી અને જનસંપર્ક વિભાગ, ઓડિશાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘2 જૂન 2023 ના રોજ બહાનાગા, બાલાસોર ખાતે દુ:ખદ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસનો રાજ્ય શોકનો આદેશ આપ્યો છે.

મુખ્યમંત્રી નવીન પટનાયકે શનિવારે એક દિવસના શોકની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ દિવસે રાજ્યમાં કોઈ તહેવાર નહીં હોય. રાજ્યના I&PR વિભાગ દ્વારા સત્તાવાર રિલીઝ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

આટલું જ નહી પરંતુ આજે એટલે કે  3 જૂને સમગ્ર રાજ્યમાં કોઈ પણ પ્રકારના ઉત્સવ કે તહેવાર ઉજવવામાં આવશે નહીં બહાનગા સ્ટેશન પાસે હાવડા એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીની ટક્કરથી આ દુર્ઘટના થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ટ્રેનના ડબ્બાઓ પાટા પરથી ઉતરી પડ્યા હતા ઘટના બનતા જ સ્થઆનિકો મદદે આવ્યા હતા ત્યાર બાદ એનડીઆરએફની ટિપ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

આ ઘટનામાં હાલ પણ રાહત કાર્ય ચાલી રહ્યું છે અનેક લોકોની ફસાયા હોવાના શંકાને પગલે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છએ તો આવી સ્થિતિમાં હજી મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે,ઉલ્લેખનીય છે કે રેલ્વેમંત્રી દ્રારા મૃતકના પરિવારને ઈજાગ્રસ્તને વળતર આપવાની પણ જાહેરાત કરાવામાં આવી છે.