- અટલ બિહારી વાજપેયીની કેટલીક મહત્વની વાત
- આજના દિવસે બન્યા હતા ત્રીજીવાર વડાપ્રધાન
- પહેલી વાર 13 દિવસ માટે બન્યા હતા વડાપ્રધાન
ભારત દેશના સૌથી સફળ વડાપ્રધાનમાનાં એક વડાપ્રધાન એટલે કે અટલ બિહારી વાજપેયી, આજનો દિવસ એવો છે કે આજના દિવસે અટલ બિહારી વાજપેયી ત્રીજી વાર ભારત દેશના વડાપ્રધાન બન્યા હતા. વર્ષ 1996માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં, ભાજપા દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી અને પ્રથમ વખત વાજપેયીજીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા પરંતુ 13 દિવસની અંદર સંસદમાં સંપૂર્ણ બહુમતી ન મળવાને કારણે તેમની સરકાર પડી ગઈ હતી.
આ પછી, વર્ષ 1998માં ફરીથી ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં પણ ભાજપ જીતી ગયું અને ફરી એકવાર અટલ બિહારી વાજપેયીને પીએમ બનાવવામાં આવ્યા. જોકે, આ સરકાર પણ જયલલિતાની પાર્ટી છોડ્યાના 13 મહિના પછી પડી ગઈ. તે જ સમયે, ત્રીજી વખત ફરી એક વખત યોજાયેલી ચૂંટણીમાં, ભાજપ ફરીથી સત્તા પર આવ્યો અને આ વખતે અટલ બિહારી વાજપેયીએ તેમના પીએમનો કાર્યભાર સંભાળ્યો અને કાર્યકાળ પૂર્ણ કર્યો.