Site icon Revoi.in

યુએઈના એક નિર્ણયથી પાકિસ્તાની પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી

Social Share

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થયો છે. યુએઈના એક નિર્ણયથી પાકિસ્તાનીઓની મુશ્કેલી વધી છે. યુએઈએ તમામ પાકિસ્તાન યાત્રિકોને ઓછામાં ઓછા 5 હજાર દિરહમ સાથે લઈને આવવાનો ફરજિયાત કર્યું છે. જેની અસર પાકિસ્તાનના ઓપન માર્કેટ ઉપર પણ અસર પડવાની શકયતા છે.

પાકિસ્તાનના જાણીતા ન્યૂઝ પેપર ડોનના રિપોર્ટ અનુસાર, યુએઈના આ નિર્ણયથી પાકિસ્તાનના ઓપન માર્કેટમાં દિરહમની ઘટ આવી છે. જેના કારણે ઓપન માર્કેટમાં પાકિસ્તાનની રૂપિયાની સરખામણીએ ડોલર વધારે મજબુત થયો છે.

એક્સચેન્જ કંપનીઝ એસોસિએશન ઓફ પાકિસ્તાન (ઈસીએપી)ના અધ્યક્ષ મલિક બોસ્તાનએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાંથી દરરોજ 21 ફ્લાઈટ દુબઈ લેન્ડ થાય છે. જેમાં સવાર લગભગ 4200 જેટલા પાકિસ્તાનીઓ દુબઈ પહોંચે છે. આ તમામ લોકો દરરોજ લગભગ 21 મિલિયન દિરહમની જરૂર પડતી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનના ઓપન માર્કેટમાં હવે દિરહમ ઉપલબ્ધ નથી, દિરહમની ડિમાન્ડને કારણે ડોલરની અછત ઉભી થઈ છે. પાકિસ્તાન સરકારે તમામ લોકોને વિદેશ પ્રવાસમાં રોકડ અને દાગીનાની માહિતીના આદેશ કર્યો છે. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કેટલીક વાર મિડલ ઈસ્ટથી લોકો પરત પાકિસ્તાન આવી રહ્યાં છે, તેમની સાથે કામ કરતા અન્ય લોકો પોતાના પરિવારને નાણા આપવા માટે તેમને નાણા આપતા હતા. એવામાં પાકિસ્તાન સરકારના આદેશને પગલે કોઈ પણ પાકિસ્તાની જોખમ લેવા નથી માંગતા.

યુએઈ સહિત ગલ્ફ દેશોમાં ભારત પછી મોટાભાગના સ્થળાંતર કરનારાઓમાં પાકિસ્તાનીઓનો સમાવેશ થાય છે. હાલના સમયમાં દોઢ મિલિયનથી વધારે પાકિસ્તાની લોકો માત્ર યુએઈ જવાનું પસંદ કરે છે. જે પૈકી મોટા ભાગના લોકો વર્ક વિઝા પર ત્યાં પહોંચે છે, તેમજ તેમના અનેક સંબંધીઓ ત્યાં રહે છે, જેમની મદદથી તેઓ ત્યાં જઈને સેટલ થઈ રહ્યાં છે.