Site icon Revoi.in

વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગનું પ્રતિનિધિમંડળ બાંગ્લાદેશની મુલાકાત લેશે

Social Share

નવી દિલ્હીઃ ડીએઆરપીજીના સચિવ વી.શ્રીનિવાસ નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (એનસીજીજી) ભારત અને બાંગ્લાદેશના જાહેર વહીવટ મંત્રાલય વચ્ચે એમઓયુના નવીનીકરણ સાથે સંબંધિત દ્વિપક્ષીય ચર્ચા માટે બાંગ્લાદેશમાં વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગના 4 સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વર્ષ 2024-2029ના ગાળા માટે કરશે. આ મુલાકાત બાંગ્લાદેશના જાહેર વહીવટ મંત્રાલયના આમંત્રણ પર હાથ ધરવામાં આવી છે અને તેમાં બાંગ્લાદેશના સનદી અધિકારીઓ માટે ફિલ્ડ એડમિનિસ્ટ્રેશનમાં કારકિર્દીની વચ્ચે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

ભારતના નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (એનસીજીજી) અને બાંગ્લાદેશના જાહેર વહીવટ મંત્રાલયે વર્ષ 2014થી બાંગ્લાદેશના સનદી અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો હાથ ધરવા જોડાણ કર્યું છે. આ દ્વિપક્ષીય જોડાણ હેઠળ 71 ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્ષ 2014થી અત્યાર સુધીમાં બાંગ્લાદેશનાં 2775 સનદી અધિકારીઓએ નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સની મુલાકાત લીધી છે. બાંગ્લાદેશ સરકારે આ તાલીમ કાર્યક્રમોની ઉપયોગિતા પર ભાર મૂક્યો છે અને નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (એનસીજીજી) અને બાંગ્લાદેશના જાહેર વહીવટ મંત્રાલય વચ્ચે એમઓયુના નવીનીકરણમાં રસ દાખવ્યો છે, જે અંતર્ગત આ તાલીમ કાર્યક્રમો આગામી 5 વર્ષ માટે આયોજિત કરવામાં આવી રહ્યા છે જ્યારે તે 2025માં સમાપ્ત થાય છે.

આ 3 દિવસની મુલાકાત દરમિયાન સચિવ ડીએઆરપીજી વી.શ્રીનિવાસ માનનીય જાહેર વહીવટ મંત્રી, જાહેર વહીવટ મંત્રાલયના વરિષ્ઠ સચિવ, સિવિલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશન એકેડમીના ડાયરેક્ટર જનરલ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન ટ્રેનિંગ સેન્ટરના ડાયરેક્ટર જનરલ, પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડિરેક્ટર જનરલ ગવર્નન્સ ઇનોવેશન યુનિટ અને જાહેર વહીવટ મંત્રાલયની એડિશનલ સેક્રેટરી કેરિયર પ્લાનિંગ એન્ડ ટ્રેનિંગ વિંગ સાથે સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે.  સચિવ ડીએઆરપીજી વી.શ્રીનિવાસ “જાહેર સેવા વિતરણને વધારવા માટે સ્માર્ટ ગવર્નન્સના સંસ્થાકીયકરણ” પર કાયદા અને વહીવટી અભ્યાસક્રમો અને ફેકલ્ટી ઓફ બાંગ્લાદેશ સિવિલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશન એકેડેમીના સહભાગીઓને સંબોધન કરશે. ભારતીય પ્રતિનિધિમંડળ એનસીજી કાર્યક્રમોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે અને નારાયણગંજ જિલ્લામાં આશ્રય યોજનાની મુલાકાત લેશે.