Site icon Revoi.in

વિકસીત ભારત અને ક્લાઈમેટચેન્જના પડકારોને પહોંચી વળવા AVMA ખાતે સંવાદ

Social Share

આધુનિક વિશ્વના સૌથી મોટા પડકારો પૈકી એક એવા ક્લાઈમેટ ચેન્જ વિષય પર અદાણી વિદ્યામંદિર ખાતે કાર્યક્રમ યોજાઈ ગયો. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના સ્થાપક અને નિયામક કાર્તિકેય વિક્રમ સારાભાઈએ વિદ્યાર્થીઓને સંબોધતા આબોહવા પરિવર્તનની અસરને
ઘટાડવાના ઉપાયો બતાવ્યા હતા. વિદ્યાર્થીઓને SDG લક્ષ્યાંકો હાંસલ કરવા તેમજ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના
વિઝન માટે પ્રેરિત કર્યા હતા. વિદ્યાર્થીઓને નાના-મોટા વિસ્તારો દત્તક લઈ તેને હરિયાળો બનાવવા અપીલ કરવામાં આવી હતી.
આખરે સ્વચ્છ પર્યાવરણના ઉચ્ચ ધ્યેયોની શરૂઆત તો ઘર અને શાળાથી જ થવી જોઈએ.