- પીએમ આવાસ ઉપર શંકાસ્પદ ડ્રોન ઉડતું નજરે પડ્યું
- પોલીસ સહીત સુરક્ષા એજન્સીઓ તાપસમાં લાગી
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને ઘણી વખત સવાલ ઊભા થયા છે જ્યારે પીએમ મોદી રેલી યોજતા હોય કે જનસભાને સંબંધતા હોય ત્યા અચાનક કોઈ વ્યક્તિ તેમની નજીક આવી જાય તેવી ઘટનાઓ અનેક વખત બની છે ત્યારે એજરોજ પીએમ મોદીના નિવાસસ્થાન ઉપર શંકાસ્પદ ડ્રોન ઉડતું જોવા મળતા ફરી સુરક્ષાને લઈને પશ્ન ઊભો થયો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ સોમવાર સવારની આ ઘટના હોવાનું જણાવાઈ રહ્યું છે. ત્યાર બાદ વડા પ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડતું જોવા મળવાના સમાચારે ખળભળાટ મચાવી દીધો હતો.આ ઘટના બાદ એસપીજીએ પોલીસને જાણ કરી હતી.
આ માહિતી મળ્યા બાદ તરત જ પોલીસ અનેક સુરક્ષા એજન્સસીઓ એક્શન મોડમાં આવી છે સાથે જ આ અંગે દિલ્હી પોલીસને પણ માહિતગાર કરાયા છે આ ઘટનાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને અને ઉડતા ડ્રોન અંગેની સંપૂર્ણ તપાસ શરૂ કરી દીદી છે.
SPGએ સોમવારે સવારે લગભગ 5 વાગે દિલ્હી પોલીસને આ મામલાની જાણકારી આપી હતી. માહિતી મળતા વેગ દિલ્હી વિસ્તારમાં વરિષ્ઠ અધિકારીઓ અને ભારે દળોએ ડ્રોનની શોધ શરૂ કરી હતી. હાલ પોલીસ ડ્રોનને શોધી રહી છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન આવાસ અને તેની આસપાસનો વિસ્તાર નો ફ્લાઈંગ ઝોનમાં આવે છે. , સોમવારે સવારે, NDD કંટ્રોલ રૂમને PMના નિવાસસ્થાન પાસે એક અજાણી ઉડતી વસ્તુની માહિતી મળી હતી. ત્યાર બાદ શોધખોળ કરવામાં આવી પરંતુ કોઈ વસ્તુ મળી ન હતી.
ઘટનાને ગંભીરતાથી લેતા અને પીએમ મોદીની સુરક્એષાને જોતા તરત જ ટ્રાફિક કંટ્રોલ રૂમ નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, તેઓને પણ પીએમના નિવાસસ્થાન નજીક આવી કોઈ ઉડતી વસ્તુ મળી ન હતી.જો કે હજી આ બાબતે તપાસ કરવામાં આવી જ રહી છે.