સુરતઃ શહેરમાં પ્રથમ વરસાદે મ્યુનિના પ્રિ-મોન્સુનની કામગીરીના ધજીયા ઊડા ગયા છે. ત્યારે શહેરના અડાજણ વિસ્તારમાં એક રેતી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે રોડ બેસી જતા ડમ્પરનું વ્હીલ જમીનમાં ત્રણ ફુટ ઘંસી ગયું હતું. કારણે ડમ્પર નમી ગયુ હતુ. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જોકે, હજુ તો ચોમાસાની શરૂઆત છે, ત્યાં જ આવી ઘટનાઓ બનવા લાગતા સવાલો ઊભા થઈ રહ્યા છે.
સુરતના અડાજણ વિસ્તારમાં એક રેતી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યુ હતુ. દરમિયાન ડમ્પરચાલક ડમ્પરને રિવર્સ લઈ રહ્યો હતો.ત્યારે રોડ બેસી જતાં ડમ્પરનું ટાયર જમીનમાં ત્રણ ફૂટ સુધી ઘૂસી ગયું હતું. એકાએક જ બનેલી આ ઘટનાને લઈને ડમ્પર ડ્રાઇવરનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ડમ્પરનું પાછળનું ટાયર જમીનમાં ઘૂસી જવાના કારણે ડમ્પર એક સાઇડ નમી ગયું હતુ. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. હજી તો વરસાદની શરૂઆત છે, ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવવા લાગી છે.
સુરત શહેરમાં નવા રોડ બનાવ્યા ત્યારે માટીનું યોગ્યરીતે પુરાણ કરવામાં આવ્યું નથી. તેના લીધે જ્યારે ભારે વાહનો પસાર થાય ત્યારે રોડ બેસી જવાના બનાવો બની રહ્યા છે. વરસાદને કારણે રોડ નીચેની માટી બેસી જતા ભૂવા પણ પડી રહ્યા છે. હજી તો ચોમાસાની શરૂઆત છે, ત્યારે જ આવી ઘટનાઓ બનવા લાગી છે. તો હજુ આખા ચોમાસામાં કેટલી ઘટનાઓ બનશે? એવો લોકો પ્રશ્ન કરી રહ્યા છે.