ધૂળેટી:રંગોનો ઉપયોગ કરતા પહેલા જાણી લો તેનો અર્થ
- ધૂળેટી રમવાના શોખીન છો ?
- રંગનો ઉપયોગ કરતા પહેલા જાણો આ
- રંગોના અલગ-અલગ અર્થ વિશે
હોલિકા દહન દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ પર આવે છે.એવું કહેવાય છે કે,હોલિકા દહનની પ્રથા ભક્ત પ્રહલાદના સમયથી શરૂ થઈ હતી,જયારે ધૂળેટીની શરૂઆત દ્વાપરયુગમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી.
ધૂળેટીના પર્વની 18 માર્ચના રોજ ઉજવણી કરવામાં આવશે.જોકે,ધૂળેટી રમવાનો હેતુ પરસ્પર મતભેદ ભૂલી પ્રેમના રંગમાં રંગાઈ જવાનો છે. પરંતુ શું તમે જાણો છો કે આ રંગોના અલગ અલગ અર્થ પણ હોય છે. તેથી, કોઈપણ રંગનો ઉપયોગ કરતા પહેલા તેનો અર્થ જાણવો જોઈએ.
જો લાલ રંગ વિશેની વાત કરીએ તો ધૂળેટી દરમિયાન લાલ રંગનો સૌથી વધુ ઉપયોગ થાય છે.લાલ રંગને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. ઉગતા સૂર્યનો રંગ પણ લાલ છે.તે ઉત્સાહ, આનંદ અને ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે.ધૂળેટીના દિવસે લોકોમાં અનેરો આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે. એટલા માટે લાલ રંગનો સૌથી વધુ ઉપયોગ થાય છે.
આ પછી લીલો રંગ સુખ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. કુદરત પણ પૃથ્વીને લીલા રંગથી શણગારે છે.લીલો રંગ સંતુલિત જીવન, દયા અને પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે. ધૂળેટીના દિવસે લીલો રંગ તમારા જીવનમાં નવા સંચારનું કામ કરે છે.
પીળો રંગ સમૃદ્ધિ અને કીર્તિનું પ્રતીક માનવામાં આવે છે.હોળીની પ્રથા શરૂ કરનાર શ્રી કૃષ્ણને પણ આ રંગ ખૂબ જ પ્રિય છે.આ ઋતુમાં મોટાભાગના વૃક્ષો પર પીળા ફૂલોથી વાતાવરણ ખુશનુમા બને છે.તેથી જ પીળો રંગ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.