Site icon Revoi.in

સુરતના બોલાવ GIDCમાં દેશી ગાયના શુદ્ધ ઘીના બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરી પકડાઈ

Social Share

સુરતઃ ગુજરાતમાં છેલ્લા મહિનાઓથી ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. તાજેતરમાં યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદમાં શુદ્ધ ઘીના સ્થાને હલકી ગુણવત્તાનું ભેળસેળવાળું ઘી વપરાતું હોવાનો પડદાફાશ થયો હતો. ત્યારે સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં આવેલી બોલાવ જીઆઈડીસીમાં દેશી ગાયના શુદ્ધ ઘીના બ્રાન્ડના નામે બનાવટી ઘી બનાવવાની ફેકટરી પોલીસે ઝડપી પાડી છે. કીમ પોલીસે બોલાવ GIDC માં રેડ કરી અશુદ્ધ દેશી ઘીના નામે બનાવતી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મોટી માત્રામાં દેશી ઘીનો જથ્થો સિઝ કરી એફ.એસ.એલને પરિક્ષણ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા બોલાવ જી.આઈ.ડી.સીમાં કીમ પોલીસે બાતમી આધારે રેડ કરી હતી. જી.આઈ.ડી.સી ની એક ફેકટરી છાપો મારતા સ્થળ પર મોટા પ્રમાણમાં બનાવટી ઘીનો મુદ્દમાલ મળી આવ્યો હતો. ફેક્ટરીની અંદરથી મસમોટી બે ટાંકીઓ મળી આવી હતી. એક ટાંકીમાં ઘી તેમજ બીજી ટાંકીમાં પામોલિયન ઘી મળી આવ્યું હતું. જેમાં દાલડા ધી, વનસ્પતિ ઓઇલ, સોયાબિન ઓઇલ અને કલરનું મિશ્રણ કરી ઘી બનાવવામાં આવતું હતું. ફેકટરી વિવિધ મિશ્રણ સાથે રિફાઇન કર્યા બાદ એ ઘીને નાનેથી લઈને મોટા ડબ્બામાં પેકિંગ કરવામાં આવતા હતા. જે બોટલો પર ગાયનું શુદ્ધ ઘી જેવા સ્ટીકરો લગાડવાથી આવતા હતા. માત્ર નાની મોટી બોટલો નહિ પરંતુ નાના પાઉંચમાં પણ ઘીનું વેચાણ કરાતું હતું.

કીમ પોલીસે સમગ્ર મામલે ફૂડ એન્ડ દ્રગ વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ સ્થળ પર પહોંચી ઘીના સેમ્પલોને લેબમાં પ્રશિક્ષણ અર્થે લઈ જવાયા છે. મહત્વનું છે કે આ થોડા દિવસો અગાઉ જ ઓલપાડના સાયણ રોડ પરથી એક સોસાયટીના એક મકાનમાંથી આજ પ્રકારની એમ.ઓ ડુપ્લીકેટ ઘી બનાવવામાં આવી રહ્યું હતું. જેને સુરત જિલ્લા પોલીસે ઝડપી પડ્યું હતું. જે બાદ ઓલપાડ તાલુકામાંથી બ્રાન્ડેડ વિદેશી દારૂનું ડુપ્લીકેસન કરતું કારખાનું પણ ઝડપી પાડ્યું હતું. ત્યારબાદ બોલાવ જી.આઈ.ડી.સીમાં ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું કીમ પોલીસે ઝડપી પાડી સમગ્ર રેકેટ નો પર્દાફાશ કર્યો છે. કીમ પોલીસે ઘટના સ્થળ ઉપરથી હજારોની સંખ્યામાં નાના મોટા ઘીના ડબ્બાઓ સિઝ કર્યા હતા. તેમજ 700 જેટલા પાઉંચ, તેલના ડબ્બાઓ, ઓઈલના ડબ્બાઓ, મશીનરી, સિલ સહિત 6 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો.  ફેકટરી માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (File photo)