બોટાદઃ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામની સીમમાંથી લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડીને બનાવટી દૂધ બનાવતી ફેકટરી પકડી પાડી હતી. પોલીસે કુલ 91,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ 400 લિટર નકલી દૂધનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. હાલ દૂધનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તે કેવી રીતે દૂઘની ભેળસેળ કરતો હતો, દૂધમાં શું-શું વસ્તુ ભેળવતો એનો ડેમો કરાવ્યો હતો. મિક્સ્ચરમાં પાણી, મિલ્ક-પાઉડર અને વનસ્પતિ તેલને મિક્સ કરી દૂધ બનાવતો હતો અને નકલી દૂધ ડેરીમાં ભરતો હતો.
ગુજરાતમાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે.નકલી મિઠાઈથી લઈ વિવિધ ચીજવસ્તુઓમાં ભેળસેળ સામે આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામમાંથી બનાવટી દૂધનો જથ્થો બોટાદ લોકલ ક્રાઇમ બ્રાંચ પકડી પાડ્યો છે. પોલીસ દ્વારા તપાસ દરમિયાન 91,520 નો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ 400 લીટર આજુબાજુ ડુપ્લીકેટ દૂધનો જથ્થો પણ ઝડપી પાડીને સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
બોટાદના એલસીબીના પોલીસ સૂત્રોએ બાતમીને આધારે રાણપુર તાલુકાના બુબાવાવ ગામની સીમમાંથી રેડ પાડીને બનાવટી દૂધનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે કુલ 91,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ 400 લિટર ડુબ્લિકેટ દૂધનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. હાલ દૂધનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તે કેવી રીતે દૂઘની ભેળસેળ કરતો હતો, દૂધમાં શું-શું વસ્તુ ભેળવતો એનો ડેમો કરાવ્યો હતો. પોલીસે મામલતદાર રાણપુર તથા ડેઝિગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભાવનગરને જાણ કરી તેમને સ્થળ પર બોલાવી જરૂરી સેમ્પલના નમૂનાઓ લેવડાવી તપાસણી અર્થે મોકલી આપવામાં આવ્યાં હતાં. પોલીસે કુલ રૂ.91,520નો મુદ્દામાલ જપ્ત કરી જેજેરામ ગોંડલિયા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.(file photo)