Site icon Revoi.in

આણંદમાં મોટરકાર અને સ્કુટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પિતા-પુત્રીના મોત, બે વ્યક્તિ ઘાયલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતોના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન આણંદમાં બોરસક-રાસ રોડ પર પૂરઝડપે પસાર થતી મોટરકારે એક સ્કુટરને અડફેટે લીધું હતું. કારની સ્પીડ એટલી વધારે હતી કે, ટક્કર વાગ્યા બાદ સ્કુટર પર સવાર પરિવાર ફુટબોલની જેમ ઉછળીને રોડની સાઈડમાં પડકાયા હતા. આ દુર્ઘટનામાં સ્કુટર ઉપર સવાર પિતા-પુત્રીના કરુણ મોત થયાં હતા. જ્યારે માતા અને અન્ય પુત્રીને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં છે. અકસ્માત બાદ ફરાર થઈ ગયેલો કાર ચાલક પોલીસ સમક્ષ હાજર થયો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદમાં બોરસદ-રાસ રોડ ઉપરથી કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી. દરમિયાન કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. દરમિયાન રોડ ઉપર પસાર થતા એક સ્કુટરને અડફેટે લીધું હતું. સ્કુટર ઉપર એક દંપતિ અને તેમના બે સંતાનો સવાર હતા. અકસ્માતને પગલે સ્કુટર ઉપર સવાર પરિવારની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ દૂર્ઘટનામાં એક બાળકીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત તેના પિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત માતા અને અન્ય પુત્રીની હારલ ગંભીર હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.