Site icon Revoi.in

આસામ બાદ કર્ણાટકમાં પણ વરસાદ – થોડા કલાકના વરસાદથી બેંગલુરુના રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ

Social Share

બેંગલુરુઃ- દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું આગમન થયું છે આવી સ્થિતિીમાં આસામમાં પુરની કપરી સ્થિતિ સર્જાય છે તો બીજી તરફ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં વિતેલી રાતે ભારે વરસાદ વરસ્યો હતો .ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે  કર્ણાટકમાં આગામી ત્રણથી ચાર દિવસ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હતી.

અહીં માત્ર થોડા જ કલાક વરસાદનું આગમન થયું હચતું જો કે વરસાદ બાદ અહી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા,ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા અને લોકોએ હાલાકિનો સામનો કરવો પડ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ભીષમ ગરમી બાદ બેંગલુરુના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, અહી ભારે વરસાદ પડ્યો હતો ,થોડા જ કલાકોના વરસાદે ચારેબાજૂ પાણી જ પાણી કર્યું હતું, વાહન વ્યવહાર ખોરવાયો હતો તો બીજી તરફ મેટ્રો ટ્રેનની સેવા પણ અવરોધિત બની હતી

બેંગલુરુમાં પણ વરસાદને કારણે મેટ્રો સેવા પ્રભાવિત થઈ છે. પાણી ભરાવાને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ઠપ થઈ ગઈ છે. જેના કારણે મેટ્રોની અવરજવર પણ થોડા સમય માટે રોકવાની ફરજ પડી છે. તો બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉઠી હતી.