Site icon Revoi.in

ઈ-સ્કુટરની ખરીદી કરતા પહેલા જાણો મહત્વની કેટલીક બાબતો

Social Share

વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. ઘણી મોટી કંપનીઓ હવે માત્ર ઈલેક્ટ્રિક વાહનો પર જ ફોકસ કરી રહી છે. ભારતમાં ઈલેક્ટ્રિક કાર કરતાં ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ વધુ વધ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, નવી કંપનીઓ સહિત ઘણી મોટી અને લોકપ્રિય કંપનીઓએ તેમના નવા સ્કૂટર લોન્ચ કર્યા છે. તમે પણ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે, કારણ કે ઇલેક્ટ્રિક વાહનો અત્યારે નવી ટેક્નોલોજી છે. મોટાભાગના લોકો પાસે આ વાહનો વિશે સાચી માહિતી નથી. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતી વખતે, તે બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જે પછીથી કોઈ સમસ્યા ઊભી ન કરે. તો નવુ ઈ-સ્કુટર ખરીદતા પહેલા કેટલીક મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ….

કોઈપણ ઇલેક્ટ્રિક વાહનનો સૌથી મોંઘો ભાગ તેની બેટરી છે. તેથી સ્કૂટર ખરીદતા પહેલા તેની બેટરીની ક્ષમતાની સાથે તેની ગુણવત્તા અને બ્રાન્ડ વિશે પણ માહિતી મેળવવી જોઈએ. આ સિવાય દરેક કંપની બેટરી પર વોરંટી પણ આપે છે, તો એ જાણવું જોઈએ કે કેટલા વર્ષ કે કિલોમીટર સુધી બેટરીની વોરંટી મળે છે.

ગયા વર્ષે દેશમાં ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની અનેક ઘટનાઓ નોંધાઈ હતી. ચાર્જિંગ દરમિયાન અનેક સ્કૂટરમાં આગ પણ લાગી હતી. આ પછી, સરકારના આકરુ વલણ અપનાવ્યું હતું. જેથી કંપનીઓએ સ્કૂટરમાં આગ કે વિસ્ફોટથી બચવા માટે ઘણા સેફ્ટી ફીચર્સ આપવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં, તમે જે સ્કૂટર ખરીદી રહ્યા છો તેની પર્યાપ્ત સુરક્ષા છે કે નહીં તે તપાસવું જોઈએ.

ઇલેક્ટ્રિક વાહનનું મુખ્ય આકર્ષણ તેની રેન્જ છે, કારણ કે કોઈપણ ઈલેક્ટ્રિક વાહન ખરીદતા પહેલા માત્ર તેની રેન્જ પૂછવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે જે સ્કૂટર ખરીદવાના છો તેમને રેન્જને લઈને કરાયેલા દાવા અને વાસ્તવિક રેન્જ જાણવા જોઈએ. વાસ્તવિક રેન્જ માટે, પ્રતિસાદ જૂના ગ્રાહક પાસેથી લઈ શકાય છે અથવા પ્રતિસાદ ઓનલાઈન પણ જોઈ શકાય છે.

રેન્જની સાથે, કોઈપણ ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદતી વખતે સૌથી મોટો પ્રશ્ન જે પૂછવો જોઈએ તે બેટરીને સંપૂર્ણ ચાર્જ કરવામાં કેટલો સમય લાગે છે. શું આ સ્કૂટર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે કે નહીં? કારણ કે જો સ્કૂટરમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ નથી કરતું, તો ઘણી વખત તમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય તમે બેટરી સ્વેપિંગનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. ઘણા સ્કૂટર્સમાં રિમૂવેબલ બેટરીની સુવિધા મળી રહી છે.

આજકાલ માર્કેટમાં આવતા ઘણા ઇલેક્ટ્રિક સ્કૂટરની સ્પીડ ઘણી ઓછી હોય છે, જોકે બ્રાન્ડેડ સ્કૂટરમાં સારી સ્પીડ જોવા મળે છે. તેની સાથે એક્સિલરેશન પણ સારું છે. આવી સ્થિતિમાં, ઝડપ વિશે પણ પ્રશ્નો પૂછવા જરૂરી છે. છેલ્લી અને સૌથી મહત્વની બાબત એ છે કે સ્કૂટરની બિલ્ડ ગુણવત્તા તપાસવી, કારણ કે કેટલીક સ્થાનિક કંપનીઓ હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરે છે.