- અમદાવાદની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના
- મોડી રાતે 12 વાગ્યે આસપાસ આ ઘટના બની
- સદનસીબે જાનહાની ટળી
- એક ટ્રક તેમજ 20 જેટલા ઝુપડા બળીને ખાખ
અમદાવાદઃ- અમદાવાદ શહેરમાં વટવા-વિંઝોલ રેલવે ફાટકની પાસે આવેલી કેમિકલ કંપનીમાં મોડી રાતે 12 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. વટવાની જીઆઈડીસીના ફેઝ 2માં આ ઘટના બનવા પામી હતી, જો કે આ એક કંપનીમાં લાગેલી આગે અન્ય કંપનીઓને આગની લપેટમાં લીઘી હતી અને થોડી જ વારમાં આ આગ ચાર જેટલી કંપનીઓમાં ફેલાઇ ગઇ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થી નથી.
મળતી માહિતી પ્રામણે આગ લાગવાની ઘટનામાં સૌથી પહેલા માતંગી એન્ટરપ્રાઇઝમાં બની ત્યાર બાદ આ આગે મોટૂ સ્વરુપ ઘારણ કર્યું જેથી જક્ષય કેમિકલ કંપનીમાં પણ આગ લાગી, ઘટના બનતાની થોડી જ ક્ષણોમાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી
જો કે આગના કારણે નાનું મોટૂં નુકશાન સર્દજાયું છે જેમાં એક ટ્રક સળગી ઉઠ્યો હતો આ સાથએ જ આસપાસ રહેતા લોકોના નાના નાના ઝુપડાઓ બળીને ખાખ થઈ ગયા છે, જો કે અહીં રહેતા લોકોએ સમય રહેતા પોતાના જીવ બચાવી લીધા છે.
આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 40 ફાયર ફાઇટરની ગાડીઓ અને 100 જેટલા જવાનાઓ આવી પહોચ્યા હતા ,જેમણે ભારે જહેમત ઉઠાવીને આગ પર ત્રણ કલાકની મહેનત બાદ કાબુ મેળવ્યો હતો. આ સાથે 2 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર આવી પહોંચી હતી.આગ લાગવાનું કારણ સોલવંટમાં આગ પ્રસરતા બ્લાસ્ટ થયો હતો તેમ માનવામાં આવી રહ્યું છે.
સાહિન-