Site icon Revoi.in

પીપીઈ કીટ બનાવતી ગાઝિયાબાદની એક કંપનીમાં ભીષણ આગની ઘટના – 14 લોકો જીવતા આગમાં હોમાયા

Social Share

દિલ્હી – મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશ રાજ્યના ગાઝિયાબાદ શહેરમાં પોલીસ સ્ટેશન રોડના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બનવા પામી છે, આ ફેક્ટરીમાં માસ્ક અને પીપીઈ કિટ બનાવવામાં આવતી હતી જે ભીષણ આગની લપેટમાં આવી છે.

ફેક્ટરીમાં ભીષણ  આગ લાગવાની ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે  ફાયર બ્રિગેડની  ગાડીઓ  આવી પહોંચી હતી. સાહિબાબાદ અને વૈશાલી ફાયર સ્ટેશનથી વાહનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, આગ પર કાબૂ મેળવવો ઘણી મહેનત પછી શક્ય બન્યું હતુ. જો કે, આ આગ એટલી હદે ફેલાઈ હતી કે આ આગમાં 14 લોકોના જીવ ગયા છે.

તબીબી સારવારના સાધનો બનાવતી આ કંપનીમાં આગ લાગ મોટા પ્રમાણમાં ફેલાઈ હતી, મળતી માહિતી પ્રમાણે ઘટના સ્થળે પોલીસનો કાફલો અને ફાયર વિભાગનો કાફલો આવી પહોંચ્યો હતો અને અનેક કલાકોની મહેનત બાદ આગ પર અંકુશ મેળવ્યો હતો, જો કે 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાની માહિતી મળી છે.

સાહિન-