અમદાવાદઃ શહેરના નારણપુરામાં વિઠ્ઠલ પટેલ કોલોનીમાં આવેલા પંચનિધિ એપોર્ટમેન્ટના એક ફ્લેટમાં આગ લાગતા ફાયરબ્રિગેડનો કાફલો દાડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આગમાં ઘર-વખરી વળીને ખાક થઈ ગઈ હતી. ઉંદર સળગતા દીવાની વાટ ખેચી જતાં આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.
ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ શહેરના નારણપુરામાં આવેલી વિઠ્ઠલ પટેલ કોલોનીમાં પંચનિધિ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ગત રાત્રે એકાએક આગ લાગતા ફ્લેટના રહિશો નીચે ઉતરી ગયા હતા. દરમિયાન આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની બે ગાડીઓએ ઘટનાસ્થળે પહોચીને એક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં આખો રૂમ બળીને ખાક થઈ ગયો હતો.ફલેટના રૂમમાં 80 તોલાથી વધુ સોનાના ઘરેણાં અને રૂ. 25 હજાર રોકડ હતા. જે ફાયરબ્રિગ્રેડે સહીસલામત બહાર કાઢીને પોલીસની હાજરીમાં ઘરના માલિકને પરત સોંપ્યા હતા. ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું પ્રાથમિક કારણ ઘરમાં રહેલા ઉંદરે દીવાની વાટને ખેંચી અને લઈ જતા કોઈ સામાનમાં આગ લાગી હતી
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નારણપુરામાં પંચનિધિ એપાર્ટમેન્ટમાં એ-12માં પવન શર્મા પરિવાર સાથે રહે છે. રાતે ઘરના મંદિરમાં દીવાબત્તી કરીને જમવા માટે નીચે ગયા હતા. ત્યારે ઘરમાં અચાનક આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગ્રેડને કરતા ફાયરની બે ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને એક કલાકમાં આગને કાબુમાં લઈ લીધી હતી. આખો રૂમ લાકડાના ફર્નિચરનો હોવાથી આગ વધુ ઝડપી પ્રસરી હતી. ઘરવખરી તેમજ સામાન બળીને ખાક થઇ ગયો હતો.
ફાયરબ્રિગ્રેડના એક કર્મચારી કહ્યું હતું કે, ઘરના રૂમમાં કબાટમાં અંદાજે 80 તોલા સોનાના ઘરેણા હતા. જે તમામ દાગીના ભેગા કરી સહીસલામત પોલીસની હાજરીમાં માલિકને પરત કર્યા હતા. (File photo)