દિલ્હીઃ નોઈડા સેક્ટર 100ની લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં આગ લાગી હતી. એસીમાં વિસ્ફોટ થતાં આખા ફ્લેટમાં આગ લાગી હતી. જેથી સોસાયટીમાં નાસભાગ મચી ગઈ હતી. નજીકના ફ્લેટમાં રહેતા લોકો તેમના ફ્લેટ છોડીને નીચે દોડી ગયા હતા. ઘણા વધુ ફ્લેટમાં પણ આગ લાગવાની શક્યતા છે. ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
નોઈડાના ચીફ ફાયર ઓફિસર (CFO) પ્રદીપ કુમારે કહ્યું, ‘પાંચ ફાયર ફાયટર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. સોસાયટીમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમ કામ કરી રહી હતી અને અમે પહોંચીએ તે પહેલા જ આગ ઓલવાઈ ગઈ હતી. આગ સ્પ્લિટ એસીમાં વિસ્ફોટના કારણે લાગી હતી. કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી.
તાજેતરમાં મૂન લાઈટ ફ્લેટમાં સાંજના આગ લાગવાને કારણે ગુંગળામણથી સેક્ટર 46ના નિવાસી પલક પ્રસાદનું મોત થયું હતું. તેઓ વ્યવસાયે ફિઝિયોથેયાપિસ્ટ હતા. તેઓ તેમના 26 વર્ષીય ભાગીદાર સાથે રોકાયા હતા. આ બનાવમાં તેમનો ભાગીદાર પણ ઘાયલ થયો હતો.