Site icon Revoi.in

ગોધરામાં લાકડાંના ગોદામમાં અને કટલરીની દુકાનમાં લાગી આગ, બે કલાકે આગ કાબુમાં આવી

Social Share

ગોધરાઃ  શહેરમાં મંગળવારે આગના બે બનાવો બન્યા હતા. જેમાં લાકડાંના ગોદામમાં આગ લાગતા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. જ્યારે આગનો બીજો બનાવ કટલરીની દુકાનમાં બન્યો હતો. આગમાં દુકાનનો માલ-સામાન બળીને ખાક થઈ ગયો હતો.

ગોધરામાં મંગળવારે વહેલી સવારે લાલબાગ બસ સ્ટેન્ડની પાછળ આવેલી એક કાપડ, પ્લાસ્ટિક અને કટલરી સેલની દુકાનમાં એકાએક આગ લાગતા દુકાનમાં મૂકી રાખેલો માલ સમાન બળીને ભસ્મ થઈ ગયો હતો. જ્યારે ગોધરા શહેરના સાતપુલ વિસ્તારમાં આવેલા કેપ્સુલ ગોડાઉન પાસે તુંબા મસ્જિદ આગળ એક લાકડાના પીઠામાં આકસ્મિક આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. આગે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુમાં આવેલા ગોડાઉનમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેના કારણે લાકડાંના ગોડાઉનના માલિકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડના જવાનોને કોલ કરીને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટનાસ્થળ ઉપર પહોંચીને સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોધરા શહેરના સાતપુલ વિસ્તારમાં આવેલા કેપ્સુલ ગોડાઉન પાસે તુંબા મસ્જિદ આગળ એક લાકડાના ગોડાઉન આગના કારણે અફડા તફડી મચી જવા પામી હતી. આગે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉનની આગળ પાર્ક કરેલી બે ફોરવ્હીલ ગાડી આગની લપેટમાં આવી જતાં બળીને ખાક થઈ ગઈ હતી. જ્યારે શહેરના સાતતુલ વિસ્તારમાં આવેલા કેપ્સુલ ગોડાઉન પાસે તુંબા મસ્જિદ આગળ સતત બે કલાક સુધી બે ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.