Site icon Revoi.in

ગાંધીનગરમાં જુના સચિવાલયમાં રોજગાર કચેરીમાં લાગી આગ

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના જુના સચિવાલયમાં બ્લોક નંબર 1માં ત્રીજા માળે આવેલી રોજગાર તાલીમ કેન્દ્ર કચેરીમાં આગ લાગતા ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. અને ભારે જહેમત ઊઠાવીને એક કલાક સુધી સતત મારીનો મારો ચલાવી ને આગને કાબુમાં લીધી હતી. આગમાં રોજગાર કચેરીનું રેકર્ડ બળીને ખાક થઈ ગયું હતું. આગની ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી પણ શોક સર્કિટને લીધે આગ લાગ્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

ગાંધીનગર ખાતે આવેલા ડો. જીવરાજ મહેતા ભવન- જૂના સચિવાલયની બિલ્ડિંગના બ્લોક નંબર 1 માં ત્રીજા માળે આવેલા રોજગાર તાલીમ કેન્દ્રની કચેરીમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. ઓફિસ સમય પહેલા લાગેલી આગને અંદાજે એક કલાકમાં કાબૂમાં લાવવામાં આવી હતી. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને માત્ર એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ  જૂના સચિવાલયના ગેટની સામે આવેલા બ્લોક નં.1  અને બ્લોક નંબર 8ની નજીક આગ લાગી હતી. ચાલુ દિવસ હોવાથી ઓફિસ ટાઇમિંગ પહેલાં લાગેલી આગ પર ગણતરીના કલાકોમાં જ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિના  થયેલ નથી અને ફાયર વિભાગના બે મોટા ફાયર કોટનરોલ વાહન અને એક નાનું વાહન મોકલવામાં આવ્યું હતુ. આગમાં કચેરીનું ફર્નિચર, કોમ્પ્યુટરો અને કેટલાક દસ્તાવેજો બળી ગયા છે. કચેરી દ્વારા તપાસ કરાય પછી નુકશાનીનો અંદાજો જાણી શકાશે. પ્રાથમિક રીતે શોટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું જણાઈ આવે છે. જેની વધુ તપાસ ચાલી રહી છે.