વૈષ્ણોદેવી જતા યાત્રીઓની બસમાં કટરા પાસે ભીષણ આગ લાગવાની ઘટના – 4 લોકોના મોત, કેટલાક લોકો ઘાયલ
- વૈષણો દેવ જતી બસને નડ્યો અકસ્માત
- બસમાં અચાનક લાગી ભીષણ આગ
- 4 લોકોના થયા મોત
જમ્મુ-કાશઅમીરઃ- જમ્મુના કટરા પાસે વિતેલા દિવસને શુક્રવારની સાંજે વૈષ્ણોદેવી જતી બસમાં અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણેજમ્મુના કટરા પાસે વૈષ્ણોદેવીના તીર્થયાત્રીઓને લઈ જતી બસમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે અને 20 જેટલા ઘાયલ થયા છે.
આઘટનાને મામલે પોલીસે શુક્રવારે રાતે આ જાણકારી આપી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે યાત્રીઓથી ભરેલી બસ કટરાથી જમ્મુ જઈ રહી હતી ત્યારે તેમાં આગ લાગી હતી.મૃત્યુની પુષ્ટિ કરતા જમ્મુ ઝોનના અધિકારીએ કકહ્યું કે પ્રારંભિક તપાસમાં કોઈ વિસ્ફોટકોનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું નથી.
પોલીસના જણાવ્યાપ્રમાણે, ફોરેન્સિક નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ કયા કારણો સર લાગી હતી તે અંગેની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે વૈષ્ણોદેવી જનારા શ્રદ્ધાળુઓ માટે કટરા બેઝકેમ્પ છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ વૈષ્ણોદેવીના દર્શન માટે આવે છે. આ ઘધટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,આ રીતે ઘણી વખત અકસ્માત સર્જાતા હોય છે જો કે આમ અચાનક આગ લાગવાની ઘટનાથી તરપાસ તેજ બની છે.