Site icon Revoi.in

કોલકત્તાની એક ફેક્ટરીમાં 12 કલાકથી લાગી છે આગ, નથી થઈ રહ્યો તેના પર કાબૂ

Social Share

કોલકત્તા:પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તાના તંગરા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ગઈ કાલે એટલે કે શનિવારે રાતના સમય પર આગ લાગવાની ઘટના બની છે, આગની જાણકારી મળતા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે પરંતુ 12 કલાક થઈ ગયા હોવા છત્તા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો નથી. મળતી જાણકારી અનુસાર આગ પર કાબૂ મેળવવા દરમિયાન બે ફાયરબ્રિગેડના કર્મીઓ ઈજાગ્રસ્ત પણ થયા છે.

ફાયરબ્રિગેડના અધિકારીના કહેવા પ્રમાણે ફેક્ટરીમાં કેટલીક જ્વલનશીલ પદાર્થ જેવી વસ્તુઓ હોવાના કારણે આગ વધારે પ્રમાણમાં લાગી છે. આ પદાર્થના કારણે ફાયરકર્મીઓ અંદર પણ પ્રવેશી શકતા નથી અને પ્રયાસ કરવા જતા બે કર્મીઓને ઈજાગ્રસ્ત થવું પડ્યું છે.

ઉલ્લેખનીય છે કે,ફેક્ટરીમાં આગ કેવી રીતે લાગી તેના વિશે પણ અત્યાર સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી પરંતુ સ્થાનિકોના કહેવા પ્રમાણે આગ લાગવા પાછળનું કારણ શોટસર્કીટ હોઈ શકે છે. સ્થાનિકોનું તો એવું પણ કહેવું છે કે ફાયરબ્રિગેડની ગાડીઓ મોડા પહોંચતા આગ વધારે લાગી છે.