મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થયાનું જાણવા મળે છે. નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. બિલ્ડીંગના કાટમાળ નીચે 12 વ્યક્તિઓ ફસાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં જીમી પાર્ક નામની પાંચ માળની ઈમારતનો આખો ભાગ ધરાશાયી થઈ ગયો છે. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ચાર વ્યક્તિઓને બચાવ્યાં હતા. જ્યારે હજુ પણ 12 લોકો ફસાયાં હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જેથી તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે.