Site icon Revoi.in

અમદાવાદથી અબુધાબી જતી ફ્લાઈટએ પેસેન્જરને લીધા વિના જ ઉડાન ભરી

Social Share

અમદાવાદઃ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગોની અબુધાબી જતી ફ્લાઈટમાં પેસેન્જર બોર્ડ થઈ ગયા બાદ ફ્લાઈટ ટેકઓફ માટે ટેક્સિંગ કરી રન-વે પર જતી હતી. પરંતુ એક પેસેન્જર વોશરૂમ ગયો હોવાથી રહી ગયો હતો. તેણે બોર્ડિંગ ગેટ પર જઈને એરલાઈન્સ સ્ટાફને હકીકત કહેતાં સ્ટાફે કહ્યું કે ફ્લાઇટ તો રન-વે પર જઈ રહી છે. અંતે પાઈલોટને તાત્કાલિક જાણ કરી ફ્લાઈટ ટેક્સી-વેથી પાછી વાળવાની ફરજ પડી હતી અને રહી ગયેલા પેસેન્જરને બેસાડવામાં આવ્યો હતો.

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગોની અબુધાબી જતી ફ્લાઈટમાં સિક્યુરિટી ચેકિંગ બાદ બોર્ડ થઈને તમામ પ્રવાસીઓ બેસી ગયા હતા, પણ એક પ્રવાસીએ બોર્ડ થયા બાદ વોશરૂમમાં ગયો હતો. દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફ તરફથી ઓકેનું સિગ્નલ મળતા અબુધાબી જતા ફ્લાઈટ ઉડાન ભરવા રનવે પર દોડી ગઈ હતી. દરમિયાન વોશ રૂમમાંથી દોડી આવેલા પ્રવાસીએ ગ્રાઉન્ડ સ્ટાફને વિનંતી કરતા સ્ટાફે આ અંગે પાયલટને જાણ કરી હતી, અને ફ્લાઈટને પરત ફરવાની ફરજ પડી હતી. એવિએશન સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે સ્ટાફથી આવી ભૂલ ક્યારેય થાય નહીં કેમ કે ફ્લાઈટના પેસેન્જરોનું લિસ્ટ તૈયાર થાય પછી બોર્ડિંગ ગેટ પર પેસેન્જરોએ મોબાઈલ કે મેન્યુઅલી બારકોડ સ્કેન કરવાનો હોય છે. એ પછી એરલાઈનની સિસ્ટમમાં સ્કેન થાય છે અને ત્યારબાદ તેને ફ્લાઈટમાં જવા દેવાય છે. આખી કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમથી ગણતરીમાં ક્યારેય ભૂલ થતી નથી. તો એરલાઇનના સ્ટાફથી કેવી રીતે ભૂલ થઈ તે સમજાતું નથી.

સૂત્રોના કહેવા મુજબ અન્ય એક ઈન્ડિગોની કુવૈત જતી ફ્લાઈટમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. એક પેસેન્જરના ડોક્યુમેન્ટ પ્રોપર ન હોવાથી ઇમિગ્રેશન વિભાગે ઓફલોડ કર્યો હતો. આમ એરલાઇને પેસેન્જરને તેની લગેજ પરત આપવાના બદલે સ્ટાફે ભૂલથી ફ્લાઈટમાં ચડાવી દેતાં દોડધામ મચી હતી. બીજી તરફ ફ્લાઇટ ટેકઓફ માટે ટેક્સિંગ કરી રહી હતી. તાત્કાલિક જ સંપર્ક કરતા ફ્લાઈટને રિટર્ન બોલાવી પેસેન્જરનું લગેજ ઉતારવામાં આવ્યું હતું.

#FlightDrama | #AhmedabadAirport | #IndiGoFlight | #PassengerMisstep | #AviationMistake | #FlightReturn | #TravelBlunder | #AirlineProtocol | #UnexpectedFlightDelay | #TravelStories | #PilotResponse | #AirTravelHiccups | #RunwayReturn