1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સત્તાધાર ચાર રસ્તા પર રૂપિયા 81.50 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવાશે
અમદાવાદમાં સત્તાધાર ચાર રસ્તા પર રૂપિયા 81.50 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવાશે

અમદાવાદમાં સત્તાધાર ચાર રસ્તા પર રૂપિયા 81.50 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવાશે

0
Social Share

અમદાવાદ:  શહેરમાં વધતા જતાં વાહનોને કારણે તમામ રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. જે સ્થળોએ વારંવાર ટ્રાફિક જામ થાય છે. તેવા વિસ્તારોમાં ફ્લાયઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં સત્તાધાર ચાર રસ્તા પર રૂપિયા 81.50 કરોડના ખર્ચે ફોરલેન ઓવરબ્રિજ બવાવવામાં આવશે. શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે. ત્યારે શહેરીજનોને ટ્રાફિકની હેરાનગતીમાંથી મુક્તિ આપવા માટે નવા ફ્લાયઓવર બનાવવા માટે સરકારે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કમરકસી છે. આખરે પાંચ વર્ષ બાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સત્તાધાર ચાર રસ્તા જંક્શન પર રૂ.81.50 કરોડના ફોરલેન ઓવરબ્રિજ બનાવવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ શહેરમાં  વાહનોની સંખ્યામાં વધારાને કારણે રોડ પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. શહેરમાં હાલ નાના મોટા 82 બ્રિજ અને અન્ડર પાસ આવેલા છે. આ સિલસિલામાં વધુ એક બ્રિજનો ઉમેરો થવા જઇ રહ્યો છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સૌથી ગીચ ગણાતા સત્તાધાર ચાર રસ્તા પર ફલાય ઓવર બ્રિજની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડી કમિટીમાં મુકવામાં આવી છે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં વધુ એક ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ થશે. અંદાજી રૂપિયા 81 કરોડની વધુ કિમતે  બ્રિજ તૈયાર કરાશે. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા ઘાટલોડિયા વિસ્તારમાં સત્તાધાર ચાર રસ્તા પર ફલાય ઓવર બ્રિજ માટે સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. અગાઉ સદર જંકશન પર બ્રિજ બનાવવાનો સીઆરઆરઇ ના રિપોર્ટની પ્રાયોરીટી લિસ્ટમાં પણ સમાવેશ થયો હતો. અહી ટ્રાફિક સમસ્યા નિવારવા ઘાટલોડિયા તરફથી સાલ હોસ્પિટલ તરફ જતા મોડલ રોડ પર ફોર લેન ફલાય ઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જે મુજબ અહી આશરે દોઢ લાખ થી વધુ જનતાને લાભ મળશે.  તેમજ ઇધણ તથા પોલ્યુશનની સમસ્યાનો ઉકેલ આવશે. આ બ્રિજ બનાવાથી નારણપુરા થી સરખેજ-ગાંધીનગર હાઇ વે તરફ જવુ સરળ બનશે. આ ઉપરાત સાયન્સ સિટી તરફ બીઆરટીએસ રૂટ તેમજ સાલ હોસ્પિટલથી ઘાટલોડિયા તરફ જતા આવતા રસ્તા પર હેવી ટ્રાફિકના ભારણને કારણે ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તી મળશે.

અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશનના સૂત્રોના કહેવા મુજબ  ગુજરાતમાં પ્રથમ વાઇટ ટેપિગ રોડ પણ સીએમના મત વિસ્તાર ઘાટલોડિયામાં નિર્માણ થઈ રહ્યો છે. આ વાઇટ ટેપિગ રોડના કારણે ખાડા પડવા અને પાણી ભરવાથી ઘાટલોડિયા વિસ્તારના લોકોને મુક્તી મળશે. ત્યારે ફરી એકવાર ઘાટલોડિયા મત વિસ્તારમાં રૂપિયા 81 કરોડ 50 લાખના ખર્ચે ફલાય ઓવર બ્રિજ નિર્માણ થવા જઇ રહ્યો છે.  એએમસી રોડ એન્ડ બિલ્ડીગ કમિટીમાં સત્તાધાર જંકશન પર ફલાય ઓવર બ્રિજ નિર્માણ માટે દરખાસ્ત મુકાઇ છે. એએમસી દ્વારા કવોલીફાય થયેલા સૌથી ઓછા ભાવના કોન્ટ્રાક્ટરને  ત્રણ વાર નેગોશીએશન બાદ અંદાજી 18 ટકા વધુ ભાવ સાથે રૂપિયા 81 કરોડ 50 લાખની દરખાસ્ત મંજૂરી માટે મુકાઇ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code