Site icon Revoi.in

અમદાવાદમાં નરોડા પાટિયા જંકશન પર 165 કરોડના ખર્ચે ફ્લાઈ ઓવરબ્રીજ બનાવાશે

Social Share

અમદાવાદઃ  શહેરમાં પશ્વિમ વિસ્તારની જેમ હવે પૂર્વ વિસ્તારનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. શહેરના નરોડા પાટિયા જંકશન પર ફ્લાય ઓવર બનાવવાનું કામ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં રજૂ થયું હતું. છેલ્લા 4 વર્ષથી આ બ્રિજ બનાવવાની દરખાસ્ત દર બજેટમાં રજૂ થતી હતી. એ સમયે બ્રિજ બનાવવા 55 કરોડનો ખર્ચે થવાનો હતો પણ હવે આ તે વધીને 165 કરોડે પહોંચી ગયો છે.

આ ઉપરાત  શહેરમાં નવા 7 ઓવર બ્રિજ બનાવાશે. નરોડા પાટિયાથી નાના ચિલોડા તરફ આવતાં નરોડા દેવી સિનેમા જંકશન, નરોડા ગેલેક્સી રોડ જવા 3 જંકશનના ટ્રાફિક સરવે ડેટાને ધ્યાને લેતાં સળંગ બ્રિજ બનાવવાના કામનું પ્લાનિંગ કરાયું છે. 7 બ્રિજ બનાવવા માટે મ્યુનિ. દ્વારા રાજ્યના શહેરી ગૃહ નિર્માણ વિભાગ પાસે કરાયેલી નવી દરખાસ્તમાં 445 કરોડના ખર્ચની શક્યતા દર્શાવવામાં આવી છે.

શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે એસવીપી હોસ્પિટલને વધુ બેડ તથા ઓક્સિજન પોઇન્ટથી સજ્જ કરવા માટે તૈયારી હાથ ધરાઇ છે. માત્ર આ તમામ સાધનો લગાવવા માટે પણ જરૂરી ઇન્ટીરિયર ફર્નિચર બનાવવા અને લગાવવા માટે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં કામ રજૂ થયું છે. જેમાં 72 લાખના ખર્ચની જોગવાઇ કરાશે. કમિટી સમક્ષ રજૂ થયેલા કામમાં મેડિકલ ઓથોરિટીની માગણી પ્રમાણે એસવીપી હોસ્પિટલને વધુ સજ્જ બનાવવાની દરખાસ્ત રજૂ થઇ છે. તેમાં વધારાના ગેસ પાઇપ લાઇનના નેટવર્કની કામગીરી હાથ ધરાશે. નવા ઉભા કરાઈ 332 બેડ સહિતની અન્ય સાધનો માટે જરૂરી નવા મેડિકલ નેટવર્ક તથા તેના પ્લાન્ટ રૂમ, શેલ ફ્લોર, ડેવલોપ કરવા, પીએસએ પ્લાન્ટના શેડ, તથા પ્લમ્બિંગ સહિતની કામગીરી કરાશે. પહેલા નરોડા પાટિયા જંક્શન પર જ બ્રિજ બનાવવાની દરખાસ્ત મૂકાઈ હતી, જેનો ખર્ચ રૂ. 55 કરોડ થવાનો હતો. જો કે હવે નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તા સુધી બનનાર સળંગ બ્રિજ માટે રૂ. 165 કરોડની રિવાઈઝડ દરખાસ્ત ફિઝિબિલિટી રિપોર્ટ સાથે સરકારના શહેરી ગૃહ નિર્માણ ખાતામાં મોકલવામાં આવશે. આ માટેની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી માટે સોમવારે મળનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 20 જેટલા ઓવરબ્રિજ બનાવવા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7 નવા બ્રિજ બનાવવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા ચાર રસ્તા અને નરોડા દેવી સિનેમા એમ ત્રણ જગ્યાએ વધુ ટ્રાફિક થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તરઝોનના નરોડા પાટિયા ખાતે બ્રિજ બનાવવાની દરખાસ્ત છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી હતી. વર્ષ 2020-21ના બજેટમાં નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તા સુધી બ્રિજ બનાવવાને લઈ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની મંજૂરી આપતી દરખાસ્ત મંજૂર કરી હતી.

(તસવીરઃ ફાઈલ ફોટો)