Site icon Revoi.in

અમદાવાદના રિવરફ્રન્ટ પર જાપાની પદ્ધતિથી 65 હજાર વૃક્ષોનું વન બનાવાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટ અમદાવાદની ઓળખ બની ગયું છે,  ત્યારે હવે તેને એન્વાયરમેન્ટ લૂક આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા લક્ષ્યાંક કર્યો છે. મ્યુનિ. દ્વારા અત્યાર સુધી માત્ર રિવરફ્રન્ટ ઉપર જ છેલ્લા એક વર્ષમાં દોઢ લાખથી વધુ વૃક્ષો વાવ્યા હતા અને આગામી ચાર મહિનામાં વધુ ચાર ખાલી પ્લોટની કુલ 13 હજાર ચોરસ મીટર જગ્યા ઉપર 65 હજારથી વધુ વૃક્ષો રોપવાની કામગીરી શરૂ કરી છે. રિવરફ્રન્ટ સિવાય અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં પણ વૃક્ષારોપણની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરને ગ્રીન કવર કરવા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.મ્યુનિ.ના ચેરમેન હિતેષ બારોટે જણાવ્યું  હતું કે, શહેરમાં વાહનોની સંખ્યા વધવાને કારણે પ્રદૂષણમાં પણ વધારો થયો છે. વાતાવરણને પ્રદૂષણથી બચાવવું હશે તો વૃક્ષારોપણ એક માત્ર વિકલ્પ છે. જાપાની ટેક્નોલોજી મિયાવાકી પદ્ધતિથી છેલ્લા 12 મહિનામાં શહેરમાં 15 લાખથી વધુ વૃક્ષો વાવ્યા છે. બાપુનગરમાં નમો વન તૈયાર કર્યું છે જેમાં એક જ સ્થળે સવા લાખ વૃક્ષો રોપ્યા છે. આ ઉપરાંત સિંધુભવન, ગોતા, ઓઢવ સહિતના જુદા જુદા વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષારોપણનું અભિયાન હાથ ધર્યું હતું.

સાબરમતી રિવરફ્રન્ટ પાર્ક એન્ડ ગાર્ડનના સૂત્રોએ જણાવ્યુ હતું કે,  નેટીવ ટ્રી પિસિસના 20 જેટલા જુદાજુદા પ્રકારના વૃક્ષારોપણની શરૂઆત કરી છે. હાલ ચારે ખાલી પ્લોટમાં સોઈલ પ્રિપેરેશનની કામગીરી ચાલી રહી છે. રિવર ફ્રન્ટ પર દિનેળ હોલની બાજુમાં 10 હજાર વૃક્ષો, સી-પ્લેન એરોડ્રામ પાસે 30 હજાર વૃક્ષો, તથા આંબેડકરબ્રીજ પાસે 20 હજાર વૃક્ષો, અને પૂર્વ રિવરફ્રન્ટ પર 5000 વક્ષો વાવવામાં આવશે. (file photo)