વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લામાં દીપડાનો ત્રાસ વધતો જાય છે. વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે વાડી વિસ્તારમાં મકાનના ફળિયામાં રમી રહેલા ચાર વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. આ બનાવની જાણ થતાં ગ્રામજનો એકઠા થયા હતા. અને બાળકની શોધખોળ કરવા લાગ્યા હતા. દરમિયાન એકાદ કલાકની જહેમત બાદ બાળક નજીકના વોકળા વિસ્તારમાં બોરડીમાં ઇજાગ્રસ્ત સ્થિતિમાં બાળક મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પૂર્વે રસ્તામાં જ બાળકે દમ તોડી દીધો હતો.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા ઉમેદભાઈ પીઠીયાનો ચાર વર્ષનો પુત્ર અક્ષય સમી સાંજે મકાનના ફળિયામાં રમતો હતો. ત્યારે અચાનક દીપડો આવી ચડ્યો હતો અને બાળકને ઉઠાવી નાસી છૂટ્યો હતો. આ સમયે બાળકે બુમાબુમ કરત
બાળકના દાદીમાં જોઈ જતા દેકારો કર્યો હતો. આથી ગ્રામજનો એકઠાં થઈ ગયા હતા. અને બાળકની શોધખોળ આદરી હતી. અંદાજે એકાદ કલાકની જહેમત બાદ બાળક નજીકના વોકળા વિસ્તારમાં બોરડીની જાળીમાં ઇજાગ્રસ્ત સ્થિતિમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પૂર્વે રસ્તામાં જ બાળકે દમ તોડી દીધો હતો અને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવની જાણ વન વિભાગને કરાતા વન વિભાગની રેસ્ક્યૂ ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને માનવ લોહી ચાખી ગયેલા દીપડાને પાંજરે પુરવા માટે વન વિભાગ દ્વારા તાબડતોબ ચાર જેટલા પાંજરાં ગોઠવી દેવામાં આવ્યા છે. દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ચાર વર્ષના માસુમ બાળકના મૃત્યુના પગલે પરિવારજનો અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે.