પુંસરીઃ સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ પુસરી હાલ ગામનું કોઈ પણ માણસ ભૂખ્યો ન સુવે તેવા આયોજન સાથે રામરોટી ચલાવી રહ્યું છે જેમાં 25 લોકોએ ઘરે બેસી ભોજન અપાય છે આ શરૂઆતને તારીખ 16 મી તારીખે એક મહિનો પૂરો થયો છે તે દિવસે મોટો મેડિકલ કેમ્પ પુંસરી ખાતે મોડાસા ખાતેથી સાર્વજનિક હોસ્પિટલ અને સાબરકાંઠા જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યોજવાનું છે જેમાં જુદા જુદા પ્રકારના સાત તબીબી તજજ્ઞો તેમની આ સેવા આપવાના છે
આરોગ્ય ભોજન અને લોકોના સેવા સંકલ્પ સાથે કામ કરતા સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ પુંસરી ને રામરોટીમાં અભૂતપૂર્વ સફળતા મળતા અને એક મહિનો પસાર થતાં આયોજન કરાયું છે જેમાં જુદા જુદા દર્દીઓને તપાસી મફત દવા આપવી અને જ્યારે કોઈ દર્દીને ઓપરેશન કે એક્સરે ની જરૂર જણાશે તો તેને નિશુલ્ક અને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં લઈ જઈ દાખલ કરાશે મોડાસાના દર્દીઓને પણ મફત ઓપરેશન કરી આપવામાં આવશે હાલ ગ્રામ બધુ વિસ્તારમાં દેવડી ઋતુના કારણે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ ટ્રસ્ટ મેડિકલ અને ભોજન સાથે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટેનું બીડુ ઝડપવામાં ગ્રામ્ય વિસ્તારમાં આવકારદાયક બન્યું છે