અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 10,340 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 110 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 3981 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,37,545 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 110 લોકોના કોરોનાથી મોત થયા જેમાં સૌથી વધુ અમદાવાદમાં 27 લોકો અને સુરતમાં 24 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ પણ વધ્યો છે.જે 83,43 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 3641, અને અમદાવાદ જિલ્લામાં 53, સુરત શહેરમાં 1929, અને જિલ્લામાં 496, વડોદરામાં 325, અને જિલ્લામાં 184, રાજકોટમાં 683, અને જિલ્લામાં 128, જામનગરમાં 234, અને જિલ્લ્માં 132, ભાવનગરમાં 114, અને જિલ્લમાં 84, ગાંધીનગરમાં 71, અને જિલ્લામાં 79 , પાટણમાં 158, મહેસાણામાં 389,, દાહોદમાં 69,, પંચમહાલમાં 74, બનાસકાંઠા 112, ભરુચમાં 59, ખેડામાં 69,, મોરબીમાં 54,, કચ્છમાં 94, આણંદમાં 91, મહીસાગરમાં 89, નવસારીમાં 104, સહિત કુલ 10340 કેસ નોંધાયા છે. રાજયમાં આજે કુલ 1,17,468 લોકોને રસીનો ડોઝ અપાયો છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષ સુધીના કુલ 65901 રસીકરણનો ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 3,37,545 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી