ગુજરાતમાં કોરોનાના વધુ 12,553 કેસ નોંધાયાઃ 125નાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 12,553 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 125 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 4,802 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,50,865 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 125 લોકોના કોરોનાથી મોત થયા હતા.જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 22 લોકો અને સુરત શહેરમાં 25 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ પણ ઘટ્યો છે.જે 79,61 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 4821, અને અમદાવાદ જિલ્લામાં 85, સુરત શહેરમાં 1849, અને જિલ્લામાં 491, વડોદરા શહેરમાં 475, અને જિલ્લામાં 256, રાજકોટ શહેરમાં 397, અને જિલ્લામાં 119, જામનગર શહેરમાં 307, અને જિલ્લ્માં 202, ભાવનગર શહેરમાં 149, અને જિલ્લમાં 111, ગાંધીનગર શહેરમાં 171, અને જિલ્લામાં 110, પાટણમાં 185, મહેસાણામાં 495, દાહોદમાં 115, પંચમહાલમાં 93, બનાસકાંઠા227, ભરુચમાં 206, ખેડામાં 117, મોરબીમાં 70, કચ્છમાં 200, આણંદમાં 72, મહીસાગરમાં 62, નવસારીમાં 93, સહિત કુલ 12,553 કેસ નોંધાયા છે. રાજયમાં આજે કુલ 54,548 લોકોને પ્રથમ રસીનો ડોઝ અપાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 3,50,865 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી.