અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 14,327 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 180 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 9544 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,08368 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 180 લોકોના કોરોનાથી મોત થયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 25 લોકો અને સુરત શહેરમાં 18, વડોદરા શહેરમાં 11, રાજકોટ શહેરમાં 13, અને જામનગરમાં 10 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 73,82 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 5258 અને અમદાવાદ જિલ્લામાં 61, સુરત શહેરમાં 1836, અને જિલ્લામાં 356, વડોદરા શહેરમાં 639, અને જિલ્લામાં 221, રાજકોટ શહેરમાં 607, અને જિલ્લામાં 29, જામનગર શહેરમાં 386, અને જિલ્લામાં 315, ભાવનગર શહેરમાં 242, અને જિલ્લામાં 202, ગાંધીનગર શહેરમાં 171, અને જિલ્લામાં 178, પાટણમાં 241, મહેસાણામાં 511, દાહોદમાં 227, પંચમહાલમાં 116, બનાસકાંઠામાં 231, ભરુચમાં 185, ખેડામાં 169, મોરબીમાં 87, કચ્છમાં 186, આણંદમાં 125, મહિસાગરમાં 105, નવસારીમાં 128, સહિત કુલ 14,327 કેસ નોંધાયા છે. રાજયમાં આજે કુલ 62,026 લોકોને પ્રથમ રસીનો ડોઝ અપાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 4,08,368 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી.