Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના વધુ 14,340 કેસ નોંધાયાઃ 158 લોકોના મોત

Social Share

અમદાવાદઃ  રાજ્યમાં રોજબરોજ કોરોનાના કેસ વધતા જાય છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 14,340  કેસ નવા કેસ નોંધાયા છે. જેની સામે 7,727  દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થયા હતા. છેલ્લા 24 કલાકમાં 158 દર્દીના મોત નિપજ્યા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 26, સુરતમાં 23, રાજકોટ અને વડોદરામાં 10-10, મહેસાણામાં 4, જામનગર શહેરમાં-7 અને જિલ્લામાં 7, સુરેન્દ્રનગરમાં 5,  કચ્છમાં 9, અમરેલીમાં 2, સાબરકાંઠામાં 5, મળીને કુલ 158 લોકોના કોરોનાથી મોત નિપજ્યા હતા.

રાજ્યનો કોરોનાના દર્દીઓનો રીકવરી રેટ ઘટીને 74.93 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલના કોરોનાના દર્દીની સ્થિતિ પર નજર કરીએ તો હાલ રાજ્યમાં એક્ટિવ કેસ 121461 છે. જેમાંથી 412 દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે 121049  દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્ય 382426 દર્દીઓ સ્વસ્થ થયા હતા. 6486 દર્દીઓએ કોરોનાના કારણે અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે.  નવા નોંધાયેલા કોરોના કેસમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 5619, અને જિલ્લામાં 60, સુરત શહેરમાં 1472, જિલ્લામાં 404, વડોદરા શહેરમાં 528, જિલ્લામાં 178, રાજકોટ શહેરમાં 546, અને જિલ્લામાં 52, ભાવનગર શહેરમાં 361, અને જિલ્લામાં 175, જામનગર શહેરમાં 383, અને જિલ્લામાં 285, ગાંધીનગર શહેરમાં 188, અને જિલ્લામાં 155, મહેસાણામાં 531, બનાસકાંઠામાં 297, દાહોદમાં 250, કચ્છમાં 232, પાટણમાં 230, સુરેન્દ્રનગરમાં 199, પંચમહાલમાં 176, જુનાગઢમાં 122 મળીને રાજ્યમાં આદે સોમવારે કુલ 14,340 કેસ નોંધાયા હતા.