- નાગપુરના સ્ટેશ પાસે જિલેટિન સ્ટિક ઝપ્ત કરાઈ
- આ સાથે જટેડોનેટર પણ પોલીસને મળી આવ્યું
- નારાક ઈરાદા બન્યા નિષ્ફળ
મુંબઈઃ- વિતેલા દિવસની સાંજ મોહાલી ખાતે પંજાબ ઈનિટેલિજેન્સ બ્યૂરો પર રોકેટ જેવી વ્સતુ વડે હુમલો કરવાની ઘટના બનની હતી ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવામાં આવ્યો છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે મહારાષ્ટ્રના નાગપુર રેલ્વે સ્ટેશનના મુખ્ય દરવાજામી બહાર વિતેલી સાંજે 54 જિલેટીન સ્ટિક અને એક ડિટોનેટર ધરાવતી બેગ મળી આવી હતી. મહત્વની વાત છે કે આ હુમલો પંજાબના મોહાલીમાં પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરની બહાર પણ કરવામાં આવ્યો હતો. અહેવાલ છે કે આરોપીઓએ ઓફિસને નિશાન બનાવવા માટે આરપીજીનો ઉપયોગ કર્યો હતો.
એક પોલીસકર્મીએ સાંજે 7.30 વાગ્યાની આસપાસ મુખ્ય દ્વારની બહાર ટ્રાફિક પોલીસ બૂથ પાસે આ બેગ પડેલી જોઈ હતી. એક અધિકારીએ આ બાબતે જણાવ્યું કે જ્યારે પોલીસકર્મીએ બેગની તપાસ કરી તો તેમાં જિલેટીન સ્ટિકનું પેકેટ મળી આવ્યું. આ પછી, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ને સ્થળ પર બોલાવવામાં આવી
આ ઘટના બાદ સરકારી રેલ્વે પોલીસ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ના કર્મચારીઓએ સાવચેતીના પગલા તરીકે સમગ્ર વનિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ઘરી હતીઆ સાથે જ બીડીડજીએસ રાત્રીના 8 વાગ્યાની આસપાસ સ્થળ પર પહોંચી અને બેગને ઝપ્ત કરી લીધી હતી, અધિકારીએ કહ્યું કે પોલીસ બેગ અહીંમ મૂકી જનાર વ્યક્તિને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.