1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના એરપોર્ટ પરથી નકલી પાસપાર્ટ સાથે લંડન જતી પોરબંદરની યુવતી પકડાઈ
અમદાવાદના એરપોર્ટ પરથી નકલી પાસપાર્ટ સાથે લંડન જતી પોરબંદરની યુવતી પકડાઈ

અમદાવાદના એરપોર્ટ પરથી નકલી પાસપાર્ટ સાથે લંડન જતી પોરબંદરની યુવતી પકડાઈ

0
Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની લંડન જતી ફલાઈટથી પોરબંદરની એક યુવતીને નકલી પાસપોર્ટ પર જતાં પકડાઈ ગઈ હતી. જે પાસપોર્ટ તેણે દમણના એક એજન્ટને રૂ. 50 લાખ આપીને બનાવ્યો હતો. આ યુવતીના માતા-પિતા પણ મુંબઇ એરપોર્ટ પર નકલી પાસપોર્ટ પર પકડાતા તેમની પૂછપરછમાં તેની દીકરી પણ અમદાવાદથી આવવાની હોવાનું જણાવ્યું હતું. આથી ઈમિગ્રેશન વિભાગને સંદેશો મળતા યુવતીને પકડી પાડવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે પાસપોર્ટ ચેક કરતા લંડન જઈ રહેલી યુવતી પાસે  ઇ કેટેગરીનો પાસપોર્ટ હતો. જે ઓછું ભણેલા હોય તેમને આપવામાં આવે છે, જેની પાસે આધારે પાસપોર્ટ ચેક કરતા એમાં અંજના કિરણ રહે, મહારાષ્ટ્રનું નામ હતું જે આધાર કાર્ડ પર ફોન્ટ નાના અને ફોટો તાજેતરમાં લાગેલો હોવાની શંકા જતા ક્યુઆર કોડ સ્કેન થયો નહોતો. પાસપોર્ટ સિસ્ટમમાં ચેક કરતા આ પાસપોર્ટ પર એફઆરઆરઓ મુંબઇ તરફથી એલઓસી ઓપન કરતા જેમા ખોટા નામ, ખોટી જન્મતારીખ હતી  અને પાસપોર્ટ બોગસ હોવાનું જણાયું હતું. પેસેન્જર પાસે બીજું આઇડી માગતા યુવતીએ મોબાઇલમાં પોતાનો પોર્ટુગીસ પાસપોર્ટ બતાવ્યો હતો જે પાસપોર્ટ કિરણ ગુરિયા નામનો હતો, તે પાસપોર્ટ ઇમિગ્રેશન સિસ્ટમમાં ચેક કરતા કિરણ ગુરિયાના નામે પણ એક જૂનો ભારતીય પાસપોર્ટ જે દમણનો મળી આવેલો તેના પર સંપર્ક કરતા તેણે કિરણ ગુરિયા માન્ચેસ્ટર બ્રિટન તરીકે ઓળખ આપી હતી. પાસપોર્ટ દમણના એજન્ટ શહેજાદને 50 લાખ આપી બનાવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code