આ યુવતીએ 100 દિવસ 9 કલાક સુઘી સુઈને બેસ્ટ સ્લીપરનો ખિતાબ જીત્યો- 6 લાખ રુપિયાનું મેળવ્યું ઈનામ
- સવાની હરિફાઈમાં આ યુવતી ફર્સ્ટ આવી
- 100 દિવસ સુધી સુઈને જીત્યું ઈનામ
કોઈ પણ વ્યક્તિ વધીને વધીને 9 થી 15 કલાક ઊંધ લઈ શ કે ત્યાર બાદ તો કોઈ પણ વ્યક્તિ કંટાળીને જાગી જ જાય, પમ નહી દરેક વ્યક્તિ માટે આ લાગુ નથી પડતું કેટલાક લોકો એવા પણ છે જે કલાકો નહી દિવસોના દિવસો સુધી સુવામાં રેકોર્ડ બનાવે છે જી હા આજે એક એવી યુવતીની વાત કરીશું જેણે 100 દિવસ અને 9 કલાક સુઈને વધુ સુવાની હરિફાઈ જીતી છે.
આ યુવતીએ સવાની બાબતે સાડા ચાર લાખ લોકોને પાછળ છોડી દીધા છે. આ યુવતી પશ્ચિમ બંગાળના હુગલીના શ્રીરામપુરની રહેવાસી છે.જેણે બેસ્ટ સ્લીપરનો ખિતાબ જીત્યો છે. આ ખિતાબ જીત્યા બાદ યુવતીને છ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે.ખિતાબ જીતનાર યુવતીનું નામ ત્રિપર્ણા છે, જે બેસ્ટ સ્લીપમાં સૂવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં યુવતી સહિત 4.5 લાખ લોકોએ ભાગ લીધો હતો.
ટાઈટલ જીત્યા બાદ ત્રિપર્ણાએ મીડિયાને જણાવ્યું કે, તેને આ સ્પર્ધાની માહિતી એક ઓનલાઈન વેબસાઈટ દ્વારા મળી હતી. તેમણે કહ્યું કે વેબસાઈટ પરથી જાણવા મળ્યું કે આ સ્પર્ધા ઓલ ઈન્ડિયા કક્ષાએ યોજાઈ રહી છે.આ પછી ત્રિપર્ણા આ સ્પર્ધામાં જોડાઈ. આ સુવર્ણ સ્પર્ધામાં સાડા 4 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 15 લોકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં ચાર લોકોને અંતિમ સ્તર માટે પસંદ કરવામાં આવ્યા હતા. ફાઇનલમાં હુગલીના શ્રીરામપુરની રહેવાસી ત્રિપર્ણાએ સર્વશ્રેષ્ઠ સ્લીપિંગ પર્સનનો ખિતાબ જીત્યો.
આ સ્પર્ધામાં દરેક વ્યક્તિને ગાદલું અને સ્લીપ ટ્રેકર મળ્યું. આમાં દરેકને સૌથી વધુ ઊંઘ લેવાની હતી. ત્રિપાણાએ 100 દિવસ સુધી સતત 9 દિવસ સૂઈને પોતાનું નામ નોંધાવ્યું. આ ખિતાબ જીત્યા બાદ તેને 6 લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું છે. તેમને 1 લાખ રૂપિયાના 6 ચેક મળ્યા છે. ત્રિપર્ણા ચક્રવર્તીને નાનપણથી જ ઊંઘવાનો શોખ હતો. તેણી કહે છે કે ઘણી વખત તે પરીક્ષા દરમિયાન પણ સૂતી હતી.તેના સુવાના શોખે તેને લખપતિ બનાવી અને હરીફાઈ જીતાડી છે.