Site icon Revoi.in

નોઈડા આતંરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતની પરંપરા અને આધુનિકતાની ઝલક જોવા મળશે -જાણો ખાસિયતો

Social Share

ઉત્તરપ્રદેશના જેવર ખાતે બનાનાર નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ છેલ્લા ઘણા સમયથી ચર્તચામાં છે જેનો શિલા ન્યાસ 25 નવેમ્બરના રોજ પીેમ મોદી દ્વારા કરવામાં આવેશે, જેવર ખાતે બનનાર ઉત્તર પ્રદેશનું પાંચમુ ઈન્ટરનેશનલ  એરપોર્ટ ભારતીય પરંપરાનું ગૌરવ કરશે.

આ એરપોર્ટમાં પ્રવેશતી વખતે વારાણસીના ઘાટનો અનુભવ થશે, પછી તમે પ્રયાગરાજ સંગમનો અનુભવ પણ અહીં કરી શકશો. ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ્યા પછી, તમને આંગણા જેવો દેખાવ પણ મળશે. આ વિચાર એરપોર્ટના નિર્માણમાં ભારતીય મંદિરોમાંથી લેવામાં આવ્યો છે. જેવર એરપોર્ટની ડિઝાઇનમાં આ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે.

જેવર એરપોર્ટ પોતે ઘણા ઇતિહાસનું ગૌરવ ધરાવે છે. તેની ડિઝાઇન ભારતીય પરંપરાને પણ પ્રદર્શિત કરશે. એરપોર્ટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે લોકો પ્રવેશ કરતી વખતે ઉત્તર પ્રદેશની આતિથ્ય પરંપરાનો અનુભવ કરી શકશે.

એરપોર્ટ પરિસરમાં લગભગ 300 મીટર ચાલ્યા પછી, તમે ટર્મિનલ બિલ્ડિંગની સામે પહોંચી જશો. ચેક-ઇન પ્રક્રિયા માટે મુસાફરોએ લિફ્ટ અને એસ્કેલેટરથી એક માળ ઉપર જવું પડશે. તેની ડિઝાઇન એવી હશે કે જાણે તમે હવેલીમાં પ્રવેશી રહ્યા હોવ.

આ સાથે જ ટર્મિનલ બિલ્ડિંગના પ્રવેશદ્વાર પર વ્યાપારીવાદ જોવા મળશે નહીં. યમુના ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ ક્રિસ્ટોફ સ્નેલમેનના જણાવ્યા અનુસાર એરપોર્ટની શરૂઆતમાં કારને ટર્મિનલ બિલ્ડિંગ સુધી જવા દેવામાં આવશે નહીં.

કારમાંથી નીકળ્યા બાદ મુસાફરો ટર્મિનલ બિલ્ડિંગની સામે આવશે. અહીં ટર્મિનલ બિલ્ડિંગની સામે વારાણસીના ઘાટ જેવી ઈમારત દેખાશે. અહીં તમને ઘાટના ચહેલ પહેલનો નજારો જોવા મળશે.

એરપોર્ટની ડિઝાઈન જણાવે છે કે સુરક્ષા તપાસ બાદ મુસાફરો જ્યારે આગળ જશે ત્યારે તેમને એક આંગણું મળશે. ફતેહપુર સીકરીની હવેલીઓમાં આવા મોટા આંગણા છે.તેનો અનુભવ થશે, આ ખ્યાલ ભારતીય મંદિરોમાંથી લેવામાં આવ્યો છે.

આ વિસ્તાર સુરક્ષા તપાસ અને પ્રી-બોર્ડિંગ વચ્ચે હશે. આ કદાચ પહેલું એરપોર્ટ હશે, જ્યાં લોકો મુસાફરી શરૂ કરતા પહેલા આંગણામાં ફરવા માટે સક્ષમ હશે.

અરપોર્ટના છતની ડિઝાઇન પણ ભારતીય પરંપરા અનુસાર કરવામાં આવી છે. છત ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના વહેતા પાણીને બતાવશે.