6 હજારની કિંમતના બકરાની રાતોરાત 25 લાખ થઈ ગઈ કિંમત,જાણો શું છે મામલો
- 6 હજારમાં જે બકરો વેચવાનો હતે તે હવે 25 લાખમાં વેચાવા કાઢ્યો
- બકરા પર કઈક લખેલું મળતા બકરાની વધી ગઈ કિંમત
દેશભરમાં અવનવી બાબતો સામે આવી છે,લાખો કરુપિયાની ભે, કરોડોનો ઊંટ આવી ઘણી વાત સમાચારમાં વાંચી હશે ત્યારે હવે એક બીજી આવી એખ ઘટના સામે આવી છે જે એક બકરાની વાત છે.પ્રાણીની કિંમત હેડલાઇન્સ બને તેવી ઘણી કહાનીઓ છે. હાલમાં જ ધનબાદથી એક એવો જ બકરી વિશે જાણવા મળ્યું છે, જેની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. જો કે, આ બકરીની કિંમત 16 હજાર રૂપિયા હતી. પરંતુ મૌલવીએ કંઈક એવું કહ્યું કે અચાનક બકરીના ભાવ લાખો રુપિયાએ પહોંચી ગયા
જાણો ખરેખર શું છે આ મામલો
કેટલાક વર્ષો પહેલા મહુડાની સિંગડા બસ્તીમાં મદની અન્સારીએ બકરીઈદમાં બલિદાન માટે બકરો ખરીદ્યો હતો. અચાનક એક દિવસ તે બકરાને નવડાવી રહ્યો હતો. આ દરમિયાન બકરાના માલિકે બકરાના ગળાની પાછળની બાજુએ ઉર્દૂમાં અલ્લાહ લખેલું જોયું. આ અંગે તેણે તે બકરા ઘણા મૌલવીઓને બતાવ્યા.
ત્યાર બાદ અલ્લાહ લખાયેલા બકારીન વાતની પૃષ્ટી કરવામાં આવીબધા મૌલવીઓએ ઉર્દૂમાં લખેલી વાતની પુષ્ટિ કરી. આ પછી તે બકરાના ભાવમાં આટલો મોટો ઉછાળો આવ્યો છે. બકરીના માલિકે તેની કિંમત 25 લાખ રૂપિયા રાખી છે.
કેટલાક ખરીદદારોએ 10 થી 12 લાખ રૂપિયા આપીને બકરા ખરીદવાની તૈયારી દર્શાવી હતી. તો બકરાના માલિકે કહ્યું કે આ બકરામાંથી જે પણ કમાણી થશે તે હું ગરીબ છોકરીઓના લગ્નમાં ખર્ચ કરીશ. જેથી આ ભગવાને આપેલા પૈસાથી તે કોઈ સારું કામ કરી શકે.
ગળા પર ઉર્દૂમાં અલ્લાહ લખવાને કારણે લોકો તેને ખૂબ જ શુભ સંકેત માની રહ્યા છે. આ જ કારણ છે કે આસપાસના વિસ્તારોમાંથી લોકો બકરાને જોવા માટે દરરોજ પહોંચી રહ્યા છે.