Site icon Revoi.in

દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત – રેટિંગ એજન્સી મૂડીઝ એ આર્થિક વૃદ્ધીનું અનુમાન વધાર્યું

Social Share

દિલ્હી – અમેરિકા રેટિંગ એજન્સી મૂડીઝે આવનારા નાણાકીય વર્ષ માટે ભારતની આર્થિક વૃદ્ધિની આગાહી અગાઉના ૧૦.8 ટકા કરતાથી વધુ  13.7 ટકા કરી છે. આર્થિક ગતિવિધિઓ સામાન્ય થતા જ અને કોવિડ -19ની વેક્સિન આવ્યા પછી બજારમાં વધતા વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ નવો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ સાથે એજન્સીએ ભારતીય નાણાંકીય વર્ષમાં ઘટાડાના અનમાનને પણ સુધારીને તેની આગાહી પણ 10.6 ટકાથી સાત ટકા કરી દીધી છે.

વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાના ઘટાડો સાત ટકા રહેવાનું અનુમાન છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસના આસિસ્ટન્ટ મેનેજિંગ ડિરેક્ટર જેન ફેંગે જણાવ્યું હતું કે, ‘અમારું વર્તમાન અનુમાન એ છે કે માર્ચ 2021 માં પૂરા થતાં ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં સાત ટકાનો ઘટાડો થશે. તે જ સમયે, અમે ગતિવિધઇઓના સામાન્યકરણ અને બેઝ ઇફેક્ટને જોતા આવનારા નાણાકીય વર્ષમાં 13.7 ટકા વૃદ્ધિની આશા સેવી રહ્યા છે.

તેજ સમયે ઈક્રાની પ્રમુખ અર્થ શાસ્ત્રી  આદિતિ નાયરે કહ્યું કે તે ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબરથી ડિસેમ્બર 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં 0.3 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે, ઈક્રાનું  માનવું છે કે ભારતીય નાણાકીય વર્ષ વર્તમાન નાણાકીય વર્ષમાં સાત ટકાનો ઘટાડો થશે જ્યારે તે આગામી નાણાકીય વર્ષમાં 10.5 ટકાનો વિકાસ નોંધાવશે.

સાહિન-