- પીએમ મોદીના સત્તામાં પુરા થશે 9 વર્ષ
- રાજસ્થાનના અજમેરમાં ભવ્ય રેલીનું આયોજન
- પીએમ મોદી યોજશે ભવ્ય રેલી
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યાને 9 વર્ષ પુરા થવા જઈ રહ્યો છે આ ખાસ અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્રારા અનેક આયોજન કરવામાં આવ્યું છે આ સહીત અનેક કા્ક્રમો અને અભિયાન પણ ચલાવવામાં આવશે, દેશના જૂદા જબદા રાજ્યો અને શહેરોમાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવવાના છે ત્યારે રાજસ્થાનના અજમેરમાં પીએમ મોદી ભવ્ય રેલી યોજશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદી 31 મેના રોજ અજમેરમાં રેલી કરશે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની આ રેલી મહત્વની મનાઈ રહી છે.
પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર, ભાજપ રાજસ્થાનમાં 30 મેથી 30 જૂન સુધી મેગા જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવાની યોજના બનાવી છે. મહિના સુધી ચાલનારા કાર્યક્રમ દરમિયાન, પાર્ટી રેલીઓ યોજશે, સંબંધિત વિસ્તારના મહાનુભાવોને મળશે અને લાભાર્થીઓ સુધી પહોંચશે.
આ સહીત બીજેપી નેતાઓ દ્રારા પીેમ મોદીએ અત્યાર સુધી કરેલા કાર્યો અને યોજનાઓની માહિતી ડોર ટૂ ડોર આપવામાં આવશે, લોકો સાથે સંપર્ક કરવામાં આવશે, સરકારની જન કલ્યાણકારી યોજનાઓને કારણે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ, જન ધન યોજના, આયુષ્માન ભારત યોજના અને અન્ય ઘણી જન કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું જે કામ કર્યું છે તેની માહિતી લોકો સુધી વધુ પહોંચે તેવા પ્રયાસો હાથ ધરાશે.
આ સાથે જ ગઈકાલે અને આજે જિલ્લા કાર્યકારી સમિતિની બેઠક યોજાઈ છે. જેમાં તમામ જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા કાર્ય સમિતિના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પરિષદના સભ્યો, પંચાયત સમિતિના પ્રમુખો, જનપ્રતિનિધિઓ, મંડળના પ્રમુખો અને સંયોજકો અને પ્રચાર સમિતિઓના સહ-સંયોજકોનો સમાવેશ કરવામાં આવશે.
આ વિશેષ અભિયાન હેઠળ ગ્રામ પંચાયતો અને શહેરી સંસ્થાઓમાં યોજનાઓની માહિતી આપવામાં આવશે. આ પછી, 25-26 મેના રોજ વિભાગીય સ્તરે કાર્યકારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે 2013ના ભારત અને આજના 2023ના ભારત વચ્ચે ઘણો તફાવત છે, જે વાસ્તવમાં દેશ માટે ગર્વની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે કાર્યકરો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે.પીએમ મોદીના 9 વર્ષ સત્તામાં ખૂબ જ કારગાર સાબિત થયા છે જેનાથી ભારતને નવી દિશઆ અને વેગ મળ્યો છે.