અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટવાક વર્ષોમાં સ્પોટર્સને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, સરકાર દ્વારા દર વર્ષે ખેલે ગુજરાતનું આયોજન કરવામાં આવે છે. જેમાં શહેરી ઉપરાંત અંતરિયાળ વિસ્તારના ખેલાડીઓ ઉભરીને બહાર આવી રહ્યાં છે. બીજી તરફ રમત-ગમતના મેદાનો ઉભા કરવામાં આવી રહ્યાં છે. મહેસાણાના વડનગરમાં પણ સ્પોર્ટસ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. મહેસાણાના સાંસદના હસ્તે ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આગામી 11 મહિનામાં આ હોસ્ટેલ કાર્યરત થવાની શકયતા છે.
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વડનગર ખાતે રમત સંકુલ ખાતે નિર્માણ પામનાર સ્પોર્ટસ હોસ્ટેલના ભૂમિપૂજન સંસદના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સંસદ શારદાબેન પટેલની ઉપસ્થિતિમાં રમત સંકુલ,ગર્વમેન્ટ સાયન્સ કોલેજની બાજુમાં,જવાહર નવોદય વિઘાલય રોડ મહેસાણા ખાતે ભૂમિપૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું.
આ કામ માટે 1382.44 લાખ રૂપિયાની તાંત્રિક મંજુરી મળેલ છે. જેમાં ટેન્ડરની રકમ 13,72,80.693 રૂપિયા છે. 11 મહિનાની સમય મર્યાદામાં 200 બેડની ક્ષમતા (100 બોયઝ અને 100 ગર્લ્સ). કોચ ઓફિસ,રેકટર ક્વાટર્સ, વીઝીટર રૂમ, સુઇટ રૂમ, સ્પેશિયલ રૂમ, રિક્રિયેશન રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, કિચન,ડાયનીંગ રૂમ, પેન્ટ્રી,સ્ટોર રૂમ,વોશ રૂમ, ચેન્જ રૂમ તથા ટોઇલેટ બ્લોક (બોયઝ અને ગર્લ્સ) નિર્માણ પામનાર છે.
અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અગાઉ તૈયાર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં હાલ સ્પોર્ટસ કોમ્પલેક્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં મેદાન ઉભા કરવામાં આવી રહ્યાં છે.